દાનહ અને દમણ-દીવ તથા મહારાષ્ટ્ર, ગુજરાત સહિતની 40 આદિવાસી સમુદાયની ક્રિકેટ ટીમો વચ્ચે યોજાનારી ટૂર્નામેન્ટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે આજે દાનહ અને દમણ-દીવના આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના નાયલાપારડી ગ્રાઉન્ડ ખાતે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટનો આરંભ કરાવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ-દીવની કુલ 40 આદિવાસી ક્રિકેટરોની ટીમ ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 1ર થી 19 ડીસેમ્બર સુધી રમાનાર હોવાનું પણ જાણવા મળે છે.
આ અવસરે દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ હળપતિ, દમણજિલ્લા વારલી સમાજના પ્રમુખ શ્રી રવુભાઈ વારલી, મગરવાડાના પૂર્વ સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ તથા પટલારાના પૂર્વ સરપંચ શ્રી વિજયભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.