December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

ધોબીતળાવ, વલસાડ, વાપી, સુલપડ તેમજ કરમબેલામાં કોમ્‍બીંગ કાર્યવાહી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ જિલ્લામાંસંવેદનશીલ વિસ્‍તારોમાં પોલીસ દ્વારા શનિવારે સાંજે કોમ્‍બીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
કાયદો વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિને ધ્‍યાને રાખી જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ વલસાડ શહેર, વાપી અને ઉમરગામના સંવેદનશીલ વિસ્‍તારોમાં પોલીસે કોમ્‍બીંગ કાર્યવાહી કરી હતી. જેમાં વલસાડ પોલીસ, વાપી, જીઆઈડીસી અને ટાઉન તથા ભિલાડ અને ઉમરગામની જુદી જુદી પોલીસ ટીમો દ્વારા કોમ્‍બીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વલસાડના સંવેદનશીલ ગણાતા ધોબીતળાવ વિસ્‍તારમાં દારૂ વેચનારા સંકાસ્‍પદ ઈસમોના ઘરોનું ચેકીંગ કરાયું હતું તેમજ આજ વિસ્‍તારમાં વાહન ચેકીંગ પણ કરવામાં આવ્‍યું હતું. વાપીમાં સંવેદનશીલ ગણાતા સુલપડ વિસ્‍તારમાં જીઆઈડીસી અને વાપી ટાઉન પોલીસ દ્વારા સઘન કોમ્‍બીંગ કરવામાં આવ્‍યું હતું તેજ પ્રમાણે ભીલાડ અને ઉમરગામ પોલીસે સંવેદનશીલ ગણાતા કરમબેલા વિસ્‍તારમાં પણ કોમ્‍બીંગ કાર્યવાહી કરાઈ હતી. પોલીસની કોમ્‍બીંગ કાર્યવાહીને લીધે અસામાજીક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

Related posts

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને પરસોત્તમ રૂપાલાની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત ઉપક્રમે આયોજીત સેલવાસમાં‘ કલામૃતમ્‌’ સમર કેમ્‍પનું બાળકોની ઉત્‍કૃષ્‍ટ કલા પ્રસ્‍તૂતિ સાથે કરાયેલું સમાપન

vartmanpravah

વલસાડના યુવાને નીટની પરિક્ષા આપ્‍યા બાદ હતાશામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment