September 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

ડિસ્‍ટ્રીક્‍ટ 3232 એફ રના ગર્વનર લા.મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલો કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.18
ઈન્‍ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્‍સ કલબ વિશ્વમાં છેલ્લા 104 વર્ષથી વિવિઘ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરતી આવેલ છે. દુનિયાની સૌથી મોટી એનજીઓ છે જેના વહિવટી ભાગરૂપે ભરૂચથી ઉમરગામ વિસ્‍તારમાં આવતી તમામ કલબોના સંચાલન માટેનું ડિસ્‍ટ્રીક્‍ટ 32એફરના નામથી જાણીતું છે.
આ ડિસ્‍ટ્રક્‍ટમાં કુલ 6 રીજીયનમાં અને દરેક રીજીયનમાં 3થી 4 ઝોન વહેંચાયેલ હોય છે. જેમાં કુલ 7પ જેટલી કલબોનો સમાવેશ થયેલ છે. જે કલબના નિયમ મુજબ સેવાકીય પ્રવૃત્તિ માટે સમયગાળા જુલાઈથી જુન સુધીનો વર્ષનો હોય છે. એટલે કે દર વર્ષે દરેક કલબમાં પ્રમુખ મંત્રી, ખજાનચી વિગેરેનો કાર્યકાળ માટે 1 વર્ષનો હોય છે.
આગામી જુલાઈ ર0રરથી જુન ર0ર3ના સમય દરમ્‍યાન સેવાકીય પ્રવૃત્તિ તથા તેનો સફળવહિવટ વિગેરે કેવી રીતે કરવો તેના માટે લાયન્‍સ કલબના નિયમ મુજબ દર વર્ષે કલબ ઝોન રીજીયન તથા ડિસ્‍ટ્રીક્‍ટમાં વિવિધ હોદ્દા ધરાવતા હોદ્દેદારોને પ્રશિક્ષિત કરવા માટે ર0રર-ર3ના ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફરના ગર્વનર લા.મુકેશભાઈ પટેલ દ્વારા તા. 1પ-પ-ર0રરને રવિવારના રોજ જ્ઞાનમંથનના શિર્ષક હેઠળ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ હોદ્દેદારોને વિશેષ જણાવેલ કે કલબનું સફળ સંચાલન કેવી રીતે કરવું, નિયમિત રીતે કલબના સભ્‍યો તેમજ હોદ્દેદારોની મીટીંગ બોલાવી, સામુહિક નિર્ણય લેવો સમાજના જરૂરિયાતમંદ વ્‍યક્‍તિઓને તેઓ સુધી મદદ પહોંચાડી સામાજીક તથા આર્થિક રીતે ઉત્‍થાન કરવો વિગેરે રીતે તેઓને માહિતગાર કરવામાં આવેલ છે.
આ પ્રશિક્ષણ કાર્યક્રમનું હાલના ડિસ્‍ટ્રીક્‍ટ ગર્વનર લા.નિશીથભાઈ કિનારીવાલાએ ઉદ્દઘાટન કર્યુ હતું. જેમાં ચીફ ગેસ્‍ટ તરીકે લા.અશોકભાઈ કાનુગો અને મુખ્‍ય વક્‍તા તરીકે લા.નરેન્‍દ્રભાઈ ભંડારી અન્‍ય આમંત્રિત મહેમાનોમાં લા.પંકજભાઈ મહેતા, ગેસ્‍ટ ઓફ ઓનર લા.દીપકભાઈ, લા. પરેશભાઈ તેમજ લા.જે.પી. ત્રિવેદી વિશેષ મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપરાંત લક્ષ્મીવિદ્યાપીઠના ટ્રસ્‍ટી શ્રી ચુનીલાલ ગજેરાની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
કાર્યક્રમ દરમિયાન યોગ્‍ય માર્ગદર્શન આપી તમામ હોદ્દેદારોને કલબનું નામરોશન કરી જરૂરીયાતમંદોને જરૂરિયાત પૂર્ણ કરવામાં સફળતા મેળવે તેવી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

આ બ્રિજના કામ કયારે પુરા થશે વાપીની જનતાની પરીક્ષા ના લો : વાપી વિચાર મંચે હોર્ડિંગ્‍સ લગાવ્‍યા

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

Leave a Comment