નવસારીઃતા.18
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયનો ૨૮ મો આદિજાતિ મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે.
૨૮ મો આદિજાતિ મહોત્સવ તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ ગાંધી મેદાન, વાંસદા ખાતે સાંજે ૫-૦૦ કલાકે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ, ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવી, પાણી પુરવઠા રાજયમંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, વલસાડ સાંસદ ડો. કે.સી.પટેલ, જલાલપોર ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ, નવસારી ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, વાંસદા ધારાસભ્યશ્રી અનંતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. તેમ નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.