December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

ટૂકવાડા ગામે ખેતરમાં કામે જવા નિકળેલી મહિલાનો મૃતદેહ કુવામાંથી મળ્‍યો

મંગળવારે મનિષાબેન પટેલ સાંજ સુધી ઘરે પાછા નહિ ફરતા પરિવારજનો શોધખોળ કરતા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
વાપી પાસે આવેલ ટૂકવાડા ગામે ઘરેથી ખેતરે કામ કરવા નિકળેલ પરણિતાની કુવામાંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટુકવાડા ગામે રહેતા દિલીપભાઈ ઉત્તમભાઈ પટેલની પત્‍ની મનિષાબેન ગતરોજ ઘરેથી ખેતરે કામ કરવા માટે ઘરેથી નિકળ્‍યા હતા. પરંત સાંજ સુધી મનિષાબેન ઘરે પરત ફર્યા નહોતા. તેથી પરિવારજનોએ ચારે તરફ શોધખોળ આરંભી દીધી હતી. આજે બુધવારે બપોરે દિલીપભાઈનો ભત્રીજો સરોઘી ગામ તરફ જતા રસ્‍તેથી પસાર થયો હતો. ત્‍યારે કિશોરભાઈ પટેલની વાડીનો ઝાંપો ખુલ્લો જોયેલો તેથી ભત્રીજાની વાડીમાં ગયો અને જોયું તો કુવા પાસે ચંપલ પડેલા નજરે પડયા હતા. તુરંત જ કાકા દિલીપભાઈને જાણ કરી તો કુટુંબીઓ અને પડોશીઓ વાડીમાં દોડીઆવ્‍યા હતા અને જોયું તો મનિષાબેન કુવામાં ડુબેલી હાલતમાં દેખાઈ હતી.
ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે કુવામાંથી બહાર કઢાયેલ લાશને ઓરવાડ પ્રા.આરોગ્‍ય કેન્‍દ્રમાં પી.એમ.માટે મોકલી આપી હતી તેમજ એફએસએલની ટીમ પણ તમાસ માટે બોલાવી હતી. મનિષાબેનનું મોત શંકાસ્‍પદ છે કે કેમ? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

નરોલી પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

પારડી મુખ્‍ય ઓવરબ્રિજ પર કન્‍ટેનર અને ટેમ્‍પા વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment