October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
પારડી નેશનલ હાઈવે વલ્લભ આશ્રમ સ્‍કૂલની સામે આજે હાઈવે ઉપર ચાલી રહેલા યુવાનું બાઈક અચાનક ગ્રીલ સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં યુવાનનું ઘટના સ્‍થળે કરૂણ મોત નિપજ્‍યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર પારડી દમણગંગા બિલ્‍ડીંગ ક્રિષ્‍ણા બંગલો પાસે રહેતા નિતિનભાઈ ધનજીભાઈ ગજેરા (ઉ.વ.36) તેમનું મોટર સાયકલ નં. ડીડી-03 એફ4153 ચલાવી હાઈવે વલ્લભ આશ્રમ સામે પસાર થઈ રહ્યાહતા. ત્‍યારે અચાનક સ્‍ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા બાઈક ગ્રીલ સાથે અથડાતા નિતિનભાઈ રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેમનું ઘટના સ્‍થળે મોત થયું હતું. અકસ્‍માત અંગે હરેશભાઈ કરસનદાસ ભાનુશાલીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

vartmanpravah

વલસાડમાં દિવ્‍યાંગ બાળકોના એસેસમેન્‍ટ કેમ્‍પનું અયોજન કરાયું

vartmanpravah

Leave a Comment