Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07 : લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલની લાયન્‍સ ક્‍લબ ઓફ ધરમપુર લાયન્‍સ ક્‍લબ રીજીયન 5 અને 6 પરિવાર, લાયન્‍સ ક્‍લબ ઓફ સુરત ગ્રીનસીટી અને ફેલોશીપ ઓફ ધી ફિઝિકલ હેન્‍ડીકેપ મુંબઈ દ્વારા આગામી તા.11મી ફેબ્રુઆરી 2023ના રોજ મહારાણા વિજય દેવજી સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્‍સ ત્રણ દરવાજા પાસે ધરમપુર ખાતે વિકલાંગ વ્‍યક્‍તિઓ માટે નિઃશુલ્‍ક શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.
લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લા.મુકેશ પટેલના નેતૃત્‍વમાં યોજાનારી શિબિરમાં શારીરિક રીતે વિકલાંગ હોય તેવી વ્‍યક્‍તિની નિષ્‍ણાંત તબીબ દ્વારા નિઃશુલ્‍ક તપાસ કરી 45 દિવસ બાદ વિકલાંગ વ્‍યક્‍તિને વ્‍હીલચેર, ટ્રાઈસિકલ, કેલિપર્સ, ઘોડી, ખુરશી અને કૃત્રિમ અવયવો નિઃશુલ્‍ક આપવામાં આવશે. શિબિરનો લાભ લેવા ઈચ્‍છુક વ્‍યક્‍તિએ નામ નોંધાવવું જરૂરી છે અને તેના માટે ફૂલ સાઈઝનો ફોટો, અપંગતાનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, અને ફોન નંબરની વિગત આપવાની રહેશે. શિબિરમાં જરૂરીયાતમંદ વ્‍યક્‍તિઓને નિઃશુલ્‍ક સેવા આપવામાં આવશે.
આ નિઃશુલ્‍ક શિબિર પાસ્‍ટ ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર અને આ પ્રોજેક્‍ટના ચેરમેન લા.હેમંત પટેલ છેલ્લા કેટલાય વરસોથી આ શિબિર કરી રહ્યા છે તેમજ લા.સુધાકર ગર્ગ,કો.ચેરમેન લા.સતીશ પટેલ, કીર્તિ ખિલોસિયા, લા.ઠાકોર ઢીમર, લા.પ્રવિણાબેન શાહ ડીસ્‍ટ્રીક્‍ટ કો.ઓર્ડિનેટર લા.દેવેન્‍દ્ર મિષાી, પ્રોજેક્‍ટ કો.ઓર્ડિનેટર લા.ખુશમન ઢીમર, લા.પિનકીન મિષાી, લા.ફાલ્‍ગુની મહેતા, લા.શ્રીનિવાસુલુ મીતા, લા.પીન્‍કેશ પટેલ, લા.સંજીવ બોરસે, લા.જયંતિલાલ શાહ અને લા.ઉમા પારેખ. જ્‍યારે આ કેમ્‍પમાં રજીસ્‍ટ્રેશન કરવા વલસાડ-પારડી માટે લા.રીટા દેસાઈ, ધરમપુર કપરાડા માટે લા.હિમાંશુભાઈ મિષાી, વાપી-ઉમરગામ માટે લા.સતીષભાઈ પટેલ, નવસારી આહવા-ડાંગ માટે લા.ડો.શરદભાઈ પટેલ, તેમજ પ્રોજેક્‍ટ ચેરમેન લા.હેમંતભાઈ પટેલ, લા.સુધાકર ગર્ગ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્‍યુ છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

vartmanpravah

ધરમપુર માલનપાડામાં વિચિત્ર અકસ્‍માત સર્જાયો: પતિ સાથે રોડની સાઈડમાં ઉભેલી મહિલા ઉપર તોતિંગ પાણીની ટાંકી ટ્રક ઉપરથી પડતા કરુણ મોત

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

પારડીમાં હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah

વાપીના લવાછામાં રાત્રે એ.ટી.એમ.ની ઓથમાં લપાતો-છુપાતો શંકાસ્‍પદ યુવાન ઝડપાયો

vartmanpravah

Leave a Comment