(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સ્વયં સેવકોએ ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તન અને ઊર્જા સંસાધનોને બચાવવાની દિશામાં પ્રોત્સાહનના પ્રયાસ અંગે જાગૃત કરવા માટે પોસ્ટર દ્વારા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ અવસરે શાળાના આચાર્ય અને કાર્યક્રમ સમન્વયક ડો.મનીષા પટેલ દ્વારા ઊર્જા બચાવો સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/12/IMG-20211217-WA0007-960x540.jpg)