December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશસેલવાસ

દૂધની પંચાયતમાં મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
દાદરા નગર હવેલી કલેકટર કચેરીના દિશાનિર્દેશ અનુસાર મહેસૂલવિભાગ દ્વારા દૂધની પટેલાદના દૂધની પંચાયત વિસ્‍તારમાં મહેસૂલ વિભાગની સેવાઓ આપવા માટે 28મેને શનિવારના રોજ સરકારી શાળા ચોકીપાડા ખાતે સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા દરમ્‍યાન શિબિરનું આયોજન કરવામા આવશે.
જેમા મામલતદાર વિભાગ દ્વારા વારસાઈ, આવકનો દાખલો, જાતિ અને ડોમીસાઈલ અને આધારકાર્ડ માટેની અરજીઓ સ્‍વીકારવામા આવશે. સર્વે અને બંદોબસ્‍ત વિભાગ દ્વારા માપણી માટેની અરજી, નકશાની નકલ, સ્‍પષ્ટ નંબર માટે, ભાગલા કરવા માટે, એકત્રીકરણ કરવા માટે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
લગ્ન નોંધણી માટેની અરજીઓ ખાદ્ય અને આપૂર્તિ વિભાગ દ્વારા રાશનકાર્ડ માટેની અરજીઓ સ્‍વીકારવામા આવશે. દાનહ ડીડી એસસીએસટીઓબીસી અને માયનોરીટી ફાઇનાન્‍સ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પશુ ખરીદી માટે અને ટર્મ લોન માટે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
જિલ્લા પંચાયત દ્વારા વિધવા પેન્‍શન અને આરટીઓ દ્વારા ડ્રાઈવીંગ લાયસન્‍સ અને અન્‍ય અરજીઓ સ્‍વીકારવામા આવશે. આ શિબિરનો મોટી સંખ્‍યામા લાભ લેવા માટે વિભાગ દ્વારા નિવેદન કરવામાં આવ્‍યું છે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

vartmanpravah

મોટી દમણ જમ્‍પોર બીચ ખાતે ચાર તરૂણીઓના ડૂબી જતા મોત

vartmanpravah

દમણમાં હિન્‍દી પખવાડા અંતર્ગત કર્મચારીઓ માટે હિન્‍દી શબ્‍દાવલી જ્ઞાન સ્‍પર્ધા અને હિન્‍દી ટાઈપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

Leave a Comment