Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

  • દમણ પોલીસનો નશા વિરૂદ્ધ જાગૃતિ ફેલાવવાનો આવકારદાયક પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ તા.12મી જૂનથી 26મી જૂન સુધી દમણ પોલીસ દ્વારા ‘નશામુક્‍ત પખવાડા’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દમણ જિલ્લાની વિવિધ શાળાઓમાં નિબંધ સ્‍પર્ધા, ચિત્રકળા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કર્મચારીઓ અને કામદારોમાં નશાની બાબતમાં જાગૃતિ પેદા કરવા માટે સભા અને જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. આ પખવાડા અંતર્ગત દમણ પોલીસે નશાની વિરૂદ્ધ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો અને લોકોને નશાથી થતા નુકસાનની બાબતમાં જાણકારી આપવાનો પ્રયાસ કર્યો હતો.
દમણ જિલ્લાની વિવિધ શાળાઓના લગભગ 150થી વધુ વિદ્યાર્થીઓએ ‘નશામુક્‍ત ભારત’ના વિષય અંતર્ગત દમણ પોલીસ પ્રશાસન દ્વારા આયોજીત ચિત્રકળા અને નિબંધ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ નશાના દુષ્‍પ્રભાવોનું ચિત્રાંકન અને વર્ણન કર્યું હતું.
સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને દમણ પોલીસ પ્રશાસન દ્વારાપુરસ્‍કાર આપી સન્‍માનિત કરાયા હતા. શાળાઓમાં વિદ્યાર્થીઓની સાથે જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓની સાથે પોલીસ અધિકારીઓ પણ સામેલ થયા હતા. આ રેલીમાં પોલીસ પ્રશાસને નશાના વિરૂદ્ધમાં લોકોને આગળ આવવા પ્રેરિત કર્યા હતા.
દમણ પોલીસ પ્રશાસન કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારોને નશાના કારણે થતાં શારીરિક, માનસિક તથા સામાજિક દુષ્‍પ્રભાવોની બાબતમાં જાણકારી આપવા માટે ચાલ અને મહોલ્લામાં સભાનું આયોજન કર્યું હતું. નશાનો પ્રયોગ કરનારા વ્‍યક્‍તિની સાથે સાથે તેમના પરિવારને કેવી કેવી સમસ્‍યાનો સામનો કરવા પડે છે તેની સમજણ પણ વિસ્‍તૃત રીતે આપવામાં આવી હતી અને લોકોને નશો નહીં કરવા પ્રેરિત કરાયા હતા.
અત્રે યાદ રહે કે, દમણ પોલીસ પ્રશાસન સમય સમય ઉપર લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમાં ટ્રાફિક નિયમન, સાયબર ક્રાઈમ, સેલ્‍ફ ડિફેન્‍સના પ્રશિક્ષણ કાર્યક્રમ, મહિલા સુરક્ષા અને જાગૃતિ તથા વિવિધ સમાજોપયોગી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં નશા અંગે જાગૃતિ લાવવા યોજાયેલ કાર્યક્રમ ‘નશામુક્‍ત દમણ-નશામુક્‍ત ભારત’ના નિર્માણમાં સહાયરૂપ થશે એવું માનવામાં આવે છે.

Related posts

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતોને એસઆરઆર યોજના હેઠળ સહાયથી બિયારણ ઉપલબ્‍ધ થશે

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિતના મહત્‍વના હોદ્દા હાંસલ કરવા લોબીંગ શરૂ

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment