April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

એક્‍સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન અને ખેડૂતોની સમસ્‍યા વિગેરે મુદ્દા રેલીમાં આવરી લેવાશેની ચર્ચા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આગામી તા.1 સપ્‍ટેમ્‍બરના રોજ યોજાનાર ઐતિહાસિક ખેડ સત્‍યાગ્રહ રેલી અંતર્ગત વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વાપી નજીક આવેલ ડુમલાવ ગામે ચર્ચા વિચારણા હેતુસર બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના કોંગ્રેસ હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પારડી ખેડ સત્‍યાગ્રહના નામની પ્રચલિત કિસાન રેલી પ્રત્‍યેક વર્ષે 1લી સપ્‍ટેમ્‍બરે કોંગ્રેસ દ્વારા આયોજીત કરીને જે તેસમયે થયેલી રેલી આંદોલનની યાદો તાજી આજે પણ કરાઈ રહી છે એ મુજબ 1લી સપ્‍ટેમ્‍બરે કોંગ્રેસ દ્વારા આયોજીત થનાર રેલીની ચર્ચા વિચારણા અને આયોજન અંગે ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસ સમિતિની ગતરોજ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા મહામંત્રી વસંત બી. પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ મેહુલ વશી, ઉપ પ્રમુખ સતીષ પટેલ, કપરાડા પ્રમુખ જે.કે. પટેલ, યુવા ઉપ પ્રમુખ રવિ પટેલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. રેલીમાં એક્‍સપ્રેસ હાઈવે, બુલેટ ટ્રેન, શિક્ષિત બેરોજગારી જેવા મુદ્દાઓ આવરી લેવાની જાહેરાત અને ચર્ચા કોંગ્રેસએ કરી હતી. વિશેષ આ બેઠકમાં કિસાન રેલીના મુદ્દા ચર્ચાયા હતા.

Related posts

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

વાપી નોટીફાઈડ બોર્ડની આગામી ટર્મની રચના જાહેર કરાઈ

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

Leave a Comment