October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: દાદરા નગર હવેલી અને દમણ-દીવના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશેષ દત્તક ગ્રહણ સંસ્‍થા, ઝંડાચોક સેલવાસ ખાતે કાર્યરત છે. આ સંસ્‍થામાં કોઈપણ માતા-પિતા દ્વારા સમર્પિત બાળક, ત્‍યાગ કરેલ બાળક અથવા કોઈપણ બાળક જે નિરાધાર હોય અને એની ઉંમર 06 વર્ષની હોય તો એને આ એજન્‍સીમાં રાખવામાં આવે છે. પરંતુ જાણકારીના અભાવે બાળકો વંચિત રહી જાય છે.
ગત 16 સપ્‍ટેમ્‍બર, 2022ના રોજ ક્‍લેકટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આવા જ એક આશ્રિત બાળકને એડોપ્‍શન રેગ્‍યુલેશન-2022 મુજબ અન્‍ય રાજ્‍યના નિવાસી માતા-પિતાને નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખના હસ્‍તે આપવામાં આવ્‍યું છે. એની સાથે સેલવાસની દત્તક ગ્રહણ સંસ્‍થામાંથી 11 બાળકોનું દત્તક ગ્રહણ થયું છે. જનતાને અનુરોધ છે કે દત્તક લેવા માટે સેન્‍ટ્રલ એડોપ્‍શન રિસોર્સ ઓથોરીટી પર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. કારણ કે, બાળકો દત્તક લેવા અને આપવા માટેની વ્‍યવસ્‍થા પારદર્શી બનાવાઈ છે જેથી હવેમાતા-પિતાએ દત્તક ગ્રહણ માટે બીજા રાજ્‍યમાં જવાની જરૂર નથી.
આના સિવાય અગર કોઈ 18 વર્ષની ઉંમરના ઘરેથી ભાગી ગયેલ હોય, ભીખ માંગતા બાળકો, ખોવાયેલા બાળકો વગેરે બાળકોના શિક્ષણ અને દેખભાળ માટે ઓપન શેલ્‍ટર હોમ ઝંડાચોક ખાતે કાર્યરત છે. તેથી બાળકોની સુરક્ષા માટે ઝંડાચોક સ્‍થિત કાર્યરત સેન્‍ટર અથવા 1098 ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે.

Related posts

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

ચીખલીના બલવાડાની હદમાંથી બિનવારસી હાલતમાં 1209 કિલો લોખંડના સળિયા મળીઆવ્‍યા

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment