October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પણ સંઘપ્રદેશના થઈ રહેલા વિકાસના ગુણગાન ગાવાની શરૂઆત કરતા પ્રદેશના હિત માટે દેખાઈ રહેલું સકારાત્‍મક પરિવર્તન

ખોટો વિરોધ કરવાથી થોડા સમય માટે લોકો અવશ્‍ય ભ્રમિત થઈ શકે છે પરંતુ વાસ્‍તવિકતાને બદલી શકાતી નથી તે વાત આજે ઉપ રાષ્‍ટ્રપતિના રિમાર્કથી સાબિત થઈ ચુકી છે

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અદ્‌ભૂત વિકાસ થયો હોવાનું આપેલું પ્રમાણપત્ર પ્રદેશ માટે ખુબ જ મહત્ત્વનું છે. કારણ કે, દેશના દ્વિતીય સર્વોચ્‍ચ સત્તાધિશની રૂએ ઉપ રાષ્‍ટ્રપતિશ્રી અનેક રાજ્‍યો અને પ્રદેશોના વિકાસથી માહિતગાર હોય છે. છેલ્લા આઠ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના સર્વાંગી વિકાસથી પ્રદેશની થયેલ કાયાપલટ ઉપર મહોર પણ લાગી છે. જેનો શ્રેય સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના ફાળે જાય એ પણ સ્‍વાભાવિક છે.
આજે દીવમાં પણ ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે પ્રશાસકશ્રીની ભરપેટ પ્રશંસા કરી હતી. જેની પાછળ છેલ્લા આઠ વર્ષથી રાત-દિવસ જોયા વગર દાદરા નગર હવેલી અને દમણ-દીવના લોકોના જીવનઘડતર માટે પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલો પરિશ્રમ છે.હવે દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પણ પ્રદેશના થઈ રહેલા વિકાસના ગુણગાન ગાવાની શરૂઆત કરતા આ એક પ્રદેશના હિત માટે સકારાત્‍મક પરિવર્તન દેખાઈ રહ્યું છે.
આજે ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જાહેર મંચ ઉપરથી જણાવ્‍યું હતું કે, પ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ સિવાય આટલો બેનમૂન વિકાસ સંભવ નહીં હતો. તેમણે પ્રદેશમાં શ્રી પ્રફુલભાઈ પટેલ અને દેશમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વની પણ પ્રશંસા કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે પણ વિકાસ યજ્ઞમાં પ્રશાસન સાથે જોડાવાના આપેલા સંકેતથી આવતા દિવસોમાં દમણ-દીવ સહિત દાદરા નગર હવેલી હજુ અનેક નવા ઊંચા સોપાનો સર કરશે એમાં કોઈ સંદેહ નથી. કારણ કે, સાંસદ તરીકે શ્રી ઉમેશભાઈ પટેલે પણ છેલ્લા ચાર મહિનામાં જોઈ લીધું હશે કે, ખોટો વિરોધ કરવાથી લોકો અવશ્‍ય ભ્રમિત થઈ શકે છે પરંતુ વાસ્‍તવિકતાને બદલી શકાતી નથી. તેથી પોતાના સાંસદ પદને પણ ગરિમા મળી રહે એવા શુભ આશયથી શ્રી ઉમેશભાઈ પટેલે સંઘપ્રદેશ પ્રશાસન સાથે સકારાત્‍મક વલણ અપનાવવા બતાવેલા સંકેતથી આવતા દિવસોમાં બધું હેમખેમ ગોઠવાઈ જશે એવું માનવામાં આવે છે.
સંઘપ્રદેશ પ્રશાસનની કડવી વાસ્‍તવિકતા એ છે કે, પ્રદેશના સાંસદો પાસે કોઈપણ પ્રકારની વહીવટી સત્તા નથી. આદેશમાં દરેક સ્‍થાને છે. પરંતુ ભૂતકાળમાં જ્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે આઈ.એ.એસ. અધિકારીઓ બિરાજતા હતા તે વખતે સાંસદો પ્રદેશના માલિક હોય એ રીતે પોતાને પ્રસ્‍તૂત કરતા હતા અને તેમાં તે વખતના પ્રશાસકશ્રીઓની પણ સહમતિ રહેતી હતી. કારણ કે, તે વખતે મોટાભાગના પ્રશાસકશ્રીઓ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસ માટે નહીં પરંતુ તેઓ પોતાના અને પરિવારના સર્વાંગી વિકાસ માટે આવતા હતા. દેશમાં જ્‍યારથી પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદી બિરાજમાન બન્‍યા ત્‍યારબાદથી એક પછી એક અનેક નવા સુધારા થયા તેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે આઈ.એ.એસ. અધિકારીઓના સ્‍થાને સ્‍વચ્‍છ પ્રમાણિક અને કડક અભિગમ ધરાવતા નેતા શ્રી પ્રફુલભાઈ પટેલની પસંદગી કરાતા આજે પ્રદેશના વિકાસની દરેક જગ્‍યાએથી સરાહના થઈ રહી છે.

સોમવારનું સત્‍ય

પાંચ-સાત વર્ષથી દમણ, દીવ અને દાદરા નગર હવેલીની બહાર વિદેશ ગયેલા લોકો જ્‍યારે પરત પોતાની માતૃભૂમિ દમણ, દીવ કે દાદરા નગર હવેલીમાં પગ મુકે છે ત્‍યારે તેઓ દિગ્‍મૂઢ બની જાય છે કે, શું હું મારા વતનમાં જ આવ્‍યો છું કે, ભૂલથી બીજે પહોંચી જવાયું છે.? આવી ઘટના અનેક લોકો સાથે બની છે. તેઓ નિખાસલતાથી કબૂલે છે કે આ પ્રકારનાદમણ-દીવની કલ્‍પના તો અમે ક્‍યારેય પણ કરી નહીં હતી.

Related posts

ચીખલીની ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં પાયાનો ભાગ બેસી જતા અને ઠેરઠેર તિરાડો પડતા સ્થાનિકોમાં રોષ

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

Leave a Comment