Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે સ્‍પર્ધાનું આયોજન સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ સેલવાસ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં પુરુષ અને મહિલા માટે અલગ અલગ સ્‍પર્ધા રાખવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં પ્રથમ દ્વિતીય તૃતીય અને ચોથા ક્રમે રહેલા વિજેતાઓને મેડલ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ સાથે નેશનલ ઓપન કરાટે ટુર્નામેન્‍ટ-2022નું વલસાડમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંસંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા સેલવાસથી 34 મહિલા અને પુરુષ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને સૌથી વધુ 62 મેડલો પ્રાપ્ત કરીને સંઘપ્રદેશનું ગૌરવ વધાર્યુ હતું. જેઓને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અને ઇનોવેશન પ્રોગ્રામ, વી. એન. એસ જી .યુ દ્વારા રીસર્ચ એન્ડ ઇનોવેશન ગ્રાન્ટ પ્રાપ્ત થઇ

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

75 વર્ષ પૂરા કરનાર સભાસદોનું સન્માન કરી વલસાડમાં સ્વતંત્રતા પર્વનો અમૃત મહોત્સવ ઉજવાયો

vartmanpravah

દમણવાડા ખાતે ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ની બહેનો માટે પાપડ-અચારના પેકિંગ અને માર્કેટિંગની તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

Leave a Comment