September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડીવલસાડ

સુખલાવમાં બહેને ભાઈને ફોન કરી ઝેરી દવા ગટગટાવી

દેવુ વધી જતા પતિ સાથે થયેલા ઝઘડામાં માઠું લાગી આવતા પરિણીતાએ ભરેલું પગલું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24
સુખલાવ ગામની પરિણીતાએ રાત્રે તેના ભાઈને ફોન કરી હું દવા પી રહી છું કહી ફોરેટ નામની દવા પી જતા ગભરાયેલા ભાઈએ તેના બનેવી ફોન કરી જાણ કરતા તાત્‍કાલીક તેને સારવાર માટે પારડી મોહન દયાળ હોસ્‍પિટલ ખાતે ખસેડાઇ હતી. પરિણીતાનો પતિ વિદેશમાં ગયો હોય ઘરખર્ચમાં વધુ રૂપિયા વપરતા દેવું વધી ગયું હતું જે બાબતની જાણ પરણિતાએ તેના પતિને કરતા થયેલા ઝઘડાનું માઠું લાગી આવતા આ પગલું ભર્યુ હોવાનું બહાર આવવા પામ્‍યું છે.
પારડી તાલુકાના સુખલાવ ગામે ભોય ફળિયા ખાતે રહેતી સેજલબેન અમુલભાઈ ઢોડિયા પટેલ ઉમર વર્ષ 32 એ ગત રાત્રીના 12:30 વાગ્‍યે વેલવાચ રહેતા તેના ભાઈ હાર્દિકને ફોન કરી હું દવા પી રહી છું તેવી વાત કરતા ગભરાયેલા ભાઈએ તાત્‍કાલિક તેના બનેવી અમુલ ભાઈને ફોન કરી બેન દવા પી ગઈ છે ની જાણ કરતા અમુલભાઈને તેની પત્‍ની સેજલ શોધતા તે ઘર બહાર મળી આવી હતી અને તે ખરેખર દવા પીધી હોવાનું જાણ થતાં સેજલને તાત્‍કાલિક સારવાર માટે પારડી મોહન દયાળ હોસ્‍પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવીહતી. આ ઘટનાને લઈ સેજલનો ભાઈ હાર્દિક પણ વેલવાચથી પારડી મોહન દયાળ હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યો હતો અને તેની બહેનને શા માટે દવા પીધી હોવાનું પૂછતાં સેજલે જણાવ્‍યું હતું કે તેનો પતિ વિદેશ ગયો હતો ત્‍યારે ઘર ખર્ચ માટે પૈસા વાપરેલા અને જેમાં દેવું વધી ગયું હતું. આ દેવુ વધવા બાબતે તેણે તેના પતિને વાત કરતાં તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી. અને આ બોલાચાલીમાં તેને માઠું લાગી આવતા તેણે ફોરેટ નામની ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્‍યું હતું. આ બનાવ સંદર્ભે હાર્દિકે પારડી પોલીસ મથકે પહોંચી સમગ્ર બાબતની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નુમા ઈન્‍ડિયા એકેડેમી-દમણના 5 યોગ ખેલાડીઓની ‘રાષ્‍ટ્રીય યોગા ઓલમ્‍પિયાડ’ માટે થયેલી પસંદગી

vartmanpravah

નાના વાઘછીપામાં દોઢ વર્ષની માસુમ બાળકી પાણી ભરેલ ડોલમાં ઊંધી પડતા કરુણ મોત

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા 61મા મુક્‍તિ દિવસની શાનદાર રીતે કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ બસ ડેપોમાંથી ભીખ માંગતુ બાળક મળી આવતાં બાળ ગૃહમાં મોકલાયું

vartmanpravah

નવસારી: અબ્રામા ખાતે ભારતીય કળષિ અનુસંધાન પરિષદના 93 મા સ્‍થાપનાદિનની ઉજવણી

vartmanpravah

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

Leave a Comment