September 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્‍થો ભરેલ ડમ્‍પર ટ્રક ઝડપી : ચાલકની અટક

દારૂ તથા ડમ્‍પર મળી રૂા.14.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રાહુલ રાજારામ યાદવની પોલીસે ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ હાઈવે સુગર ફેક્‍ટરી પાસેથી વલસાડ રૂરલ પોલીસે આજે મંગળવાર સવારે રૂા.4.36 લાખનો દારૂનો જથ્‍થો ભરેલી ડમ્‍પર ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે ચાલકની અકટ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વલસાડ પોલીસને મળેલી બાતમી આધારે હાઈવે સુગર ફેક્‍ટરી પાસે હાથ ધરેલ ચેકિંગમાં વાપી તરફથી આવી રહેલ ડમ્‍પર ટ્રક નં.ડીડી 01 એચ 9588 ને અટકાવી પોલીસે ચેકિંગ કરેલ ત્‍યારે ટ્રકમાંથી રૂા.4.36 લાખની કિંમતનો દારૂનો વિપુલ જથ્‍થો મળી આવ્‍યો હતો. દારૂ તથા ડમ્‍પર ટ્રક મળી પોલીસે કુલ 14.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તથા ડમ્‍પર ચાલક વિરૂધ્‍ધ રાજારામની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

લોકસભાની દમણ અને દીવની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલનો ઐતિહાસિક વિજય

vartmanpravah

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

vartmanpravah

કિસાન સમ્માનનિધિનો લાભ મેળવતા ખેડૂતો ધ્યાન આપે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં હજારો હેક્‍ટર પાક ધોવાણ બાદ સહાય જાહેરાતથી ખેડૂતોમાં ખુશી : માર્ગદર્શન અને ફોર્મના ફાંફા

vartmanpravah

Leave a Comment