April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસમાં ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાતા લાખો ખાતેદાર મુંજવણમાં મુકાયા

વલસાડ જિલ્લાની 281 પોસ્‍ટ ઓફિસમાં અંદાજીત 1.69 લાખ ખાતેદારોને અસર પહોંચી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં કાર્યરત પોસ્‍ટ ઓફિસ બેંકિંગ સિસ્‍ટમના ફિનાકલ સોફટવેરમાં છેલ્લા બે દિવસથી ક્ષતિ સર્જાતા લાખો ખાતેદારો મુંઝવણમાં મુકાઈ જવા પામ્‍યા છે.
પોસ્‍ટ ઓફિસ બેંકિંગ સેવા લોકોનો જનાધાર છે. વલસાડજિલ્લામાં આવેલી કુલ 281 પોસ્‍ટ ઓફિસમાં છેલ્લા બે દિવસથી ફિનાકલ સોફટવેરમાં ક્ષતિ સર્જાઈ છે. પરિણામે પોસ્‍ટમાં પૈસા ઉપાડવા માટે આવતા ગ્રાહકો પૈસા ઉપાડી શકતા નથી. ક્‍યાંક તો કેટલાક પરિવારો માત્ર પોસ્‍ટમાં જ બેંકિંગ ખાતુ ધરાવતા હોય છે. તેવા કેટલાક ગ્રાહકો દવા કે હોસ્‍પિટલ જેવા અગત્‍યના કામ હેતુસર પોસ્‍ટમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા તેમને નિરાશા સાંપડી હતી. પોસ્‍ટ ખાતેદારોની સાથે સાથે પોસ્‍ટ કર્મચારીઓ પણ સોફટવેરમાં સર્જાયેલી ટેકનિકલ ક્ષતિના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાની કુલ 281 પોસ્‍ટ ઓફિસોમાં અંદાજીત 1.69 લાખ જેટલા લોકો પોસ્‍ટમાં બેંકિંગ ખાતા ધરાવે છે. તેવા ગ્રાહકો અતિ મુસિબતમાં મુકાઈ ગયેલા જોવા મળે છે. પોસ્‍ટમાં ગ્રાહકોની કતારો ઉભી થઈ છે પરંતુ તેમના નાણાકીય કામકાજ અટવાઈ જતા ચોમેર નિરાશા ઉભી થઈ છે. સોફટવેરની ટેકનિકલ ખામી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે.

Related posts

વલસાડ જિલ્લામાં દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર ‘એમ્બ્યુલન્સ’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન

vartmanpravah

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

vartmanpravah

જિલ્લામાં MRP કરતાં વધુ કિંમત વસુલતા અને મેનુકાર્ડમાં જથ્‍થો નહીં દર્શાવતા 82 એકમોને રૂા.1.09 લાખનો દંડ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

Leave a Comment