(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે ભીલાડ સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે કાર્યરત એનએસએસ વિભાગ દ્વારા ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત એન.એસ.એસ. સ્વયંસેવકો તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ દરિયા કિનારાની તેમજ પર્યટન સ્થળની સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત 15 મોટી બેગ ભરી સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવ્યો હતો તેમજ દરિયા કિનારાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નારગોલ ગ્રામ પંચાયતના સભ્ય જિજ્ઞેશ ભંડારી પણ જોડાયા હતા, એમણે એકત્ર કરેલા કચરાનો યોગ્ય ઢબે નિકાલ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન કોલેજના ભૌતિકશાષા વિષયના મદદનીશ પ્રાધ્યાપક ડો. આનંદ સી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોલેજના આચાર્ય ડો. દીપક ડી. ધોબી તેમજ શ્રેયાન કારકૂન સોહિલભાઈ ડી. પટેલ દ્વારા આ કાર્યક્રમનાં આયોજનમાં સહકાર આપવામાં આવ્યો હતો.
