October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્‍સુનકામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો: દેશની યુટીઓમા પહેલું રોબોટ મશીન દાનહ પ્રશાસનને મળ્‍યું

આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા આ મશીન બનાવવામા આવેલ

(તસવીર અહેવાલ વિમલસિંહ ઠાકોર ) (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.27
સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રિમોન્‍સુનની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. ખુલ્લી ગટરો કોતરોમાથી કચરો અને કાદવ કાઢવાની કામગીરી મજૂરો દ્વારા કરવામા આવી રહી છે. તેની સામે જે ઊંડા ચેમ્‍બરો છે એને રોબટ દ્વારા સફાઈ કરવામા આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડોકમરડી ગૌશાળા રોડ પર ઊંડી ગટરના ચેમ્‍બર સફાઈ કરવા માટે મજૂરો ઉતર્યા હતા તેઓને ગેસની અસર થતા મજુરોનુ મોત થયું હતું. જેથી પ્રશાસન દ્વારા પાલિકા વિસ્‍તારમાં ચેમ્‍બર સાફસફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરવામા આવી હતી. જેનો ઉપયોગ આ વર્ષે ચેમ્‍બર સફાઈ માટે ઉપયોગમા લેવામા આવી રહ્યુ છે. જેના માટે સ્‍ટાફને પણ ખાસ ટ્રેનિંગ આપવામા આવી છે.
પાલિકા ઈજનેર શ્રી વિજયસિંહ પરમારના જણાવ્‍યા અનુસાર સેલવાસ નગરપાલિકા દ્વારા જે રોબોટ મશીન ખરીદવામા આવેલ છે એ આઈઆઈટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામા આવેલ છે. જેનું પેટર્ન કરાવવામા આવેલ છે દેશના યુટીઓમા પ્રથમદાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા એની ખરીદી કરવામા આવેલ છે જેની અંદાજીત કિંમત 39 લાખ રૂપિયા છે.
આ મશીનના ઉપયોગથી ઘણી રાહત થઈ ગઈ છે અગાઉ ચેમ્‍બરોમાં કામદારોને ઉતારવા પડતા હતા જે હવે આ રોબોટ મશીન દ્વારા કામગીરી થઈ રહી છે.

Related posts

વલસાડ જિલ્લાની શાળાઓમાં રાજ્‍યના મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું

vartmanpravah

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મધરાતે ટ્રાન્‍સફોર્મરમાં ધડાકો થતા બાજુનું ડેકોરેશન ગોડાઉન આગની લપેટમાં

vartmanpravah

વાપી મેઈન બજાર સ્‍થિત ઈબ્રાહિમ માર્કેટમાં સાતિર તસ્‍કરે પાંચ દુકાનના તાળા તોડયા

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

લાઈટિંગ

vartmanpravah

Leave a Comment