Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના વાસોણા ગામેથી મળેલી લાશ યુવાનની નીકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
દાદરા નગર હવેલીના દપાડા વાસોણા ગામે એક કંપની સામે કચરા સફાઈ દરમ્‍યાન કામદારોને એક પીપડામા કોથળામા બાંધેલ હાલતમા લાશ જોઈ હતી. ત્‍યારબાદ તેઓએ ગામના સરપંચને જાણ કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામા આવી હતી.
પોલીસ દ્વારા તપાસ કરતા પીપડામાંથી હાડપિંજર મળી આવ્‍યું હતું. જેને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં મોકલવામા આવી હતી. પોલીસ વિભાગના જણાવ્‍યા અનુસાર આ હાડપિંજરના પીએમ બાદ પુરુષની લાશ હોવાનું સામે આવ્‍યુ હતુ. જેની અંદાજીત ઉંમર 18 વર્ષથી 30 વર્ષ સુધીની હોવાનુ માનવામા આવે છે અને એક મહિના જુની હોવાનું અંદાજ છે.
પોલીસ વિભાગ દ્વારા હાલમાં પ્રદેશના ગુમસુદાની યાદી તપાસી એની સાથે ગુજરાત અને મહારાષ્‍ટ્ર પોલીસને પણ જાણકારી આપવામા આવી છે અને સીસીટીવી ફૂટેજો દ્વારા તપાસ હાથ ધરીછે.

Related posts

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah

12 વર્ષ બાદ દીવ પધારેલા પૂર્વ કલેક્‍ટર કિશન કુમારના ઉદ્‌ગાર : ‘‘અરે!.. શું હું દીવ જ આવ્‍યો છું ને!?, શું આવો વિકાસ પણ સંભવી શકે? ”

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલી તાલુકાના સાદકપોર ગ્રામ પંચાયતની ગ્રામસભામાં અધ્‍યક્ષસ્‍થાનને લઈ વાતાવરણ ગરમાયું

vartmanpravah

વાપી હાઈવે ઉપર અજાણ્‍યા વાહનની ટક્કરથી એક વ્‍યક્‍તિનું ઘટના સ્‍થળે કરુણ મોત નિપજ્‍યું

vartmanpravah

Leave a Comment