October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી લાયન્સ કલબ દ્વારા ચણોદ સ્કૂલમાં બાળકોને થતાં કેન્સર અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આજના સમયમાં સમાજમાં કેન્‍સરને લગતા રોગોના ઘણા બનાવો બનતા હોય છે અને ખાસ કરીને નાના બાળકોમાં આ જીવલેણ કેન્‍સરનું પ્રમાણ વધતુ જ જાય છે અને આ કેન્‍સરના રોગ નાના બાળકોમાં ન વધે તેવા માનવીય ઉદ્‌ેશ સાથે લાયન્‍સ ક્‍લબ ઓફ અગ્નિવિર દ્વારા સંયુક્‍ત રીતે નાના બાળકોમાં કેન્‍સરના રોગ વિશે જાણકારી આપવા અને અગમચેતીના ભાગરૂપે શું કરવું તે માટે ચણોદમાં આવેલ મરાઠી માધ્‍યમિક શાળામાં સેમિનાર યોજવામાં આવ્‍યો હતો. આ સેમિનારમાં 21તદ્દ સેન્‍ચુરી હોસ્‍પિટલના ડો.અદિતિ નાડકર્ણીએ બાળકો તથા તેમના વાલીઓ સહિત સ્‍કૂલના શિક્ષકોનું કાઉન્‍સિલીંગ કરીને જણાવેલ કે તમને કોઈપણ શારીરિક તકલીફ લાગે એટેલ ડોક્‍ટરની સલાહ લેવી તથા જંકફુડ વિગેરે લેવુ નહીં અને માત્ર સાત્‍વિક ભોજન ઉપર જ વધારે આધાર રાખવો. આ સમયે ડો.ગૌરાંગભાઈ પટેલ, ડો.સુનિલભાઈ પટેલે પણ માર્ગદર્શન આપ્‍યુ હતું.
મરાઠી માધ્‍યમિક શાળાના પ્રિન્‍સિપાલ વંદનાબેન સાવંત તથા શિક્ષકો દ્વારા માનવીય સેમિનાર બદલ લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી અને લાયન્‍સ ક્‍લબ ઓફ અગ્નિવિરના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.
આવા માનવીય કાર્ય સમયે ડિસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ડિસ્‍ટ્રીક્‍ટના જીએમટી/ જીઈટી કોઓર્ડીનેટર લા.મોનાબેનદેસાઈ, લા.હિનાબેન પટેલ, રીજીયન ચેરમેન લા.પીનાકીનભાઈ મિષાી તથા ક્‍લબના પ્રમુખ લા.સંધ્‍યાબેન ચિત્તોડકર તથા લા.અલ્‍કાબેન, સભ્‍યો લા.શરદભાઈ ચિત્તોડકર, લા.નીલોફર શેખ, લા.જ્‍યોતીબાલા જાડેજા વિગેરે મિત્રો હાજર રહ્યા હતા.

Related posts

શ્રદ્ધાંજલી

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં મતદાર જાગૃતિ માટે દમણમાં ‘સ્‍વીપ’ પ્રવૃત્તિઓ માટેના નોડલ ઓફિસર દ્વારા માસ્‍કોટ અને રાષ્ટ્રગીતનું કરાયેલું અનાવરણ

vartmanpravah

Leave a Comment