Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

મોદી સરકારના ગઠન બાદ પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવને થયેલી વિકાસની અનુભૂતિઃ શિક્ષણ દ્વારા સમાજ ઘડતરનો અનુભવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
દેશમાં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ છેલ્લા 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા 8 મહત્ત્વના નિર્ણયો.
(1) મોદી સરકારના આગમન બાદ 2015ના વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચોની ચૂંટણી સીધી મતદારો દ્વારા કરાવવા લેવાયેલા નિર્ણયથી ગ્રામ સ્‍વરાજ્‍યની સંસ્‍થા ગ્રામ પંચાયતમાં લોકતંત્રનો પાયો મજબૂત બની શક્‍યો છે. ભૂતકાળમાં છાશવારે ગ્રામ પંચાયતના સભ્‍યોના થતા ખરીદ-વેચાણ ઉપર રોક લાગ્‍યો છે અને સરપંચને પોતાની કાબેલિયત અને નેતૃત્‍વશક્‍તિ બતાવવાની વિશાળ તક મળી છે.
(2) સંઘપ્રદેશના પ્રશાસક તરીકે વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારીની જગ્‍યાએ રાજ્‍યપાલ અને ઉપ રાજ્‍યપાલની તર્જ ઉપર કરાયેલી પોલિટિકલ પસંદગીઃ જેના કારણે સંઘપ્રદેશને પહેલી વખત બ્‍યુરોક્રેસીમાંથી આઝાદી મળી અને લોકોના પ્રતિનિધિ સ્‍વરૂપ પ્રશાસક દ્વારા લેવાયેલા મહત્‍વના નિર્ણયોના કારણે દાદરા નગર હવેલી અનેદમણ-દીવનો ડંકો ફક્‍ત રાષ્‍ટ્રીય સ્‍તરે જ નહીં પરંતુ આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ વાગતો થયો છે.
(3) પ્રદેશમાં નમો મેડિકલ કોલેજની સ્‍થાપનાઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ડોક્‍ટર બનવા માટે એમ.બી.બી.એસ.ના અભ્‍યાસક્રમમાં નેશનલ પૂલની માત્ર 12 કે 13 બેઠકો આરક્ષિત રહેતી હતી. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વધુમાં વધુ 13 જેટલા વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવી શકતા હતા. મોદી સરકારે લીધેલા ક્રાંતિકારી નિર્ણયના પગલે 2019માં કાર્યરત થયેલી નમો મેડિકલ કોલેજમાં દર વર્ષે દાદરા નગર હવેલી અને દમણ-દીવના 100 જેટલા વિદ્યાર્થીઓને એમ.બી.બી.એસ.માં પ્રવેશ મળી રહ્યો છે. જે સૌથી મોટી શૈક્ષણિક ક્રાંતિ છે.
(4) સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડની સ્‍થાપનાઃ સંઘપ્રદેશ પ્રશાસને કરેલા સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડના ગઠનથી પ્રશાસનિક ભરતીમાં થતી ગેરરીતિઓ અને લાગવગશાહી ઉપર અંકુશ આવ્‍યો છે. પ્રદેશમાં પહેલી વખત મેરિટને પ્રાધાન્‍ય મળ્‍યું છે. જેના કારણે ગરીબથી ગરીબ ઘરના પ્રતિભાસંપન્ન નોકરીવાંચ્‍છુને તેમની યોગ્‍યતા પ્રમાણે સરકારી નોકરી મળતી થઈ છે.
(5) સંઘપ્રદેશમાં આદિવાસી કલ્‍યાણ વિભાગનું કરાયેલું ગઠનઃ દાદરા નગર હવેલી બહુમતિ આદિવાસી વિસ્‍તાર હોવા છતાં મોદી સરકારના ગઠન સુધી આદિવાસી કલ્‍યાણવિભાગનું અસ્‍તિત્‍વ જ નહીં હતું. પરંતુ 2017ના વર્ષમાં પ્રશાસનને આ હકીકત ધ્‍યાનમાં આવતાં એક સ્‍વતંત્ર આદિવાસી કલ્‍યાણ વિભાગની સ્‍થાપના કરવાનો નિર્ણય લીધો હતો.
(6) સંઘપ્રદેશના પ્રવાસન વ્‍યવસાયને આપેલી નવી દિશાઃ મોદી સરકારના ગઠન બાદ પહેલી વખત પ્રદેશમાં પ્રવાસન ઉદ્યોગને નવી દિશા મળી છે. દમણમાં બીચ રોડનું નિર્માણ, દમણના કિલ્લાને માવજતથી અપાયેલો નવો ઓપ, વિવિધ નવા ટુરિસ્‍ટ ડેસ્‍ટીનેશનનું નિર્માણ, દાદરા નગર હવેલી ખાતે રિંગરોડથી લઈ આંતરરાષ્‍ટ્રીય સ્‍ટેડિયમનું નિર્માણ સહિત અનેક ક્ષેત્રે પ્રવાસનના વ્‍યવસાયને નવી દિશા મળી છે.
(7) સંઘપ્રદેશમાં નંદઘરનું નિર્માણઃ મોદી સરકારે પ્રદેશમાં શિક્ષણથી સમાજ ઘડતરના પાયાની શરૂઆત કરી છે. જેની કડીમાં પ્રદેશના બાલ મંદિરોને નવા રૂપરંગથી સજાવી નાનાં ભૂલકાંઓને રમત સાથે ગમ્‍મત અને જ્ઞાન મળે તેવા પ્રયાસો સાથે આંગણવાડી ભવનનું નવું નામકરણ નંદઘર તરીકે કરી તેની અંગત કાળજી લેવામાં આવી છે.
(8) પ્રદેશમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિને કરાયેલી સઘનઃ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગો ફૂલેલા-ફાલેલા હોવાથી તેમાંથી નિકળતા ભંગારના કારોબાર, ઉદ્યોગોમાં લેબરોની સપ્‍લાય માટેના કોન્‍ટ્રાક્‍ટ, ઉદ્યોગોમાં શ્રમિકોને લઈ આવવા-જવા માટે બસના કોન્‍ટ્રાક્‍ટજેવા અનેક ધંધા માટે રાજકીય કનેક્‍શન હોવું ખુબ જરૂરી હતું. ભૂતકાળમાં ભંગાર અને લેબર કોન્‍ટ્રાક્‍ટ માટે અનેક મર્ડરો પણ થયા હતા. પરંતુ મોદી સરકારે ભંગારની ખરીદી ઓનલાઈન અને ટ્રાન્‍સપોર્ટને પણ ઓનલાઈન કરાતા આ બદીમાં થોડો અંકુશ અવશ્‍ય આવ્‍યો છે.
મોદી સરકારના આગમન બાદ પોલીસ તંત્ર પણ સ્‍વતંત્ર બનીને કામ કરતા સામાન્‍ય લોકોને ન્‍યાય મળતો થયો છે. આ સૌથી મોટી મોદી સરકારની દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટેની ઉપલબ્‍ધિ છે.

Related posts

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના સંસ્‍થાપક રમણલાલ કુંવરજી દેસાઈની 23મી પુણ્‍યતિથિએ કોલેજ પરિવારે શ્રધ્‍ધાંજલી પાઠવી

vartmanpravah

સેલવાસમાં દમણગંગા નદીમાં ન્‍હાવા ગયેલા બે યુવાનોમાંથી એક યુવાન તણાયો

vartmanpravah

કેનકેન મેથ્‍સ પઝલઓલમ્‍પિયાડ 2022 માં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 49 વિદ્યાર્થી સ્‍ટેટ લેવલની પરીક્ષામાં પાસ : હવે નેશનલ લેવલની પરીક્ષા આપશે

vartmanpravah

રાજ્યના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત્ત રમતવીરોને દર મહિને રૂ. ૩ હજાર પેન્શન ચૂકવાશે

vartmanpravah

વાપીથી બાઈકની ઉઠાંતરી

vartmanpravah

Leave a Comment