September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાની એક કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટર ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: દાદરા નગર હવેલીના દાદરા ગામની કંપનીમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરે પ્‍લાન્‍ટની અંદર જ અગમ્‍ય કારણસર ગળે ફાસો લગાવી આત્‍મહત્‍યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સંદીપ વાસુદેવ ઉ.વ.40 રહેવાસી ડુંગરા જેઓ મ્‍યુચ્‍યુઅલ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપની દાદરામા લેબર કોન્‍ટ્રાક્‍ટ ચલાવતો હતો જેણે કંપનીની અંદર જ પ્‍લાન્‍ટમા ગળે ફાસો લગાવી આત્‍મહત્‍યા કરી લીધી હતી.મળેલ માહિતી અનુસાર સંદીપ એના અંડરમા કામ કરતા કામદારોના પગાર ચૂકવવા માટે કંપની સંચાલકો પાસે પૈસાની માંગણી કરવા આવ્‍યો હતો પણ એને પેમેન્‍ટ નહીં આપતા ખોટું લાગી આવતા આ રીતનું પગલું ભર્યું હોવાની ચર્ચા જાણવા મળેલ છે. આ ઘટનાની જાણ થતા દાદરા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી જાણકારી મેળવ્‍યા બાદ લાશનો કબજો લાઇ પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ દાદરા પોલીસ કરી રહી છે.

Related posts

દમણ અને દીવલોકસભા બેઠક માટે સાંસદ લાલુભાઈ પટેલ પછી કોણ? જાગેલી ઉત્‍સુકતા

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, સેલવાસ દ્વારા કરાડ પોલિટેકનિકમાં યુવા સંસદ યોજાઈ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

સરપંચ કુંતાબેન વરઠાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ઝોન કક્ષાની વાર્તા કથન સ્‍પર્ધામાં ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળા વાપીની વિદ્યાર્થીની દ્વિતિય ક્રમે વિજેતા

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

Leave a Comment