October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

બાળકોથી માંડીનેમોટેરાઓએ ફેશન શો, ડાન્‍સ, નાટક અને સીંગીંગ રજૂ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા

બાળકોમાં વધતા જતા સ્‍યુસાઈડના બનાવોને અટકાવવા માટે ડિવાઈન સારથી ગ્રુપની રચના કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્‍ટેજ ફીઅર દૂર થાય અને તેઓની સુષુપ્ત શક્‍તિઓ જાગૃત્ત થાય તેવા શુભ આશય સાથે વલસાડના નવરંગ ડાન્‍સ એકેડેમી દ્વારા શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં તા.30 એપ્રિલને રવિવારે નવરંગ મેગા ટેલેન્‍ટ શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોથી માંડીને મોટેરાઓ મળી કુલ 110 લોકોએ રંગમંચ પર ફેશન શો, ડાન્‍સ, નાટક અને સીંગીંગ રજૂ કરી સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા. ખીચોખીચ ભરેલા હોલમાં ઉપસ્‍થિત શ્રોતાઓએ કલાકારોની પ્રતિભાને તાળીઓના ગડગડાટથી વધાવી લઈ પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ પ્રસંગે નવરંગ ડાન્‍સ એકેડેમીના ડાયરેક્‍ટર શૈલેષભાઈ જૈને જણાવ્‍યું કે, દરેક વ્‍યક્‍તિમાં કોઈને કોઈ કૌશલ્‍ય- પ્રતિભા હોય જ છે જરૂર છે તો તેને ઓળખવાની અને સાથે તેને યોગ્‍ય પ્‍લેટફોર્મ પણ પુરુ પાડવાની. નવરંગ ગ્રુપ છેલ્લા 23 વર્ષથી વલસાડ અને નવસારી જિલ્લામાં યુવા પ્રતિભાઓને લોકો સમક્ષ રજૂ કરવાનું ઉત્‍કળષ્ટ કાર્ય કરી રહ્યું છે. વર્તમાન સમયમાંયુવાઓમાં નાની નાની વાતમાં આત્‍મહત્‍યાનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેને અટકાવવા માટે ડિવાઈન સારથી ગ્રુપની રચના કરી છે. આ ગ્રુપ યુવાઓને શાળા-કોલેજોમાં જઈને તેમજ વિવિધ સમાજના સામાજિક કાર્યક્રમોમાં પણ પહોંચીને માર્ગદર્શન આપશે. સાથે જ યુવાઓને પોતાની ઉજ્જવળ કારકિર્દીના ઘડતર માટે સમજ પુરી પાડશે.
આ કાર્યક્રમમાં બિમલભાઈ શાહ, છાયાબેન શાહ, નિરંજનભાઈ મિષાી, બીનાબેન મિષાી, શરદભાઈ શાહ, જીનેશભાઈ શાહ, ગીતાબેન દેસાઈ, કુંદનબેન શાહ, શ્રીપાલ જૈન અને નરેન્‍દ્ર ઠક્કર સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્‍યામાં વલસાડ, ધરમપુર અને ચીખલીના નગરજનો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે નવરંગ ગ્રુપની ટીમના તમામ સદસ્‍યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

દાનહના મસાટ-સામરવરણીથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપાયો

vartmanpravah

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah

હવેથી સંઘપ્રદેશમાં પ્રાથમિક અને ઉચ્‍ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અથાક મહેનતથી સંઘપ્રદેશમાં હવે પી.જી. મેડિકલના અભ્‍યાસક્રમની પણ શરૂઆત

vartmanpravah

Leave a Comment