(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે સાંજે દીવ તડ ચેક પોસ્ટ પાસે અસામાજિક તત્વો તથા બુટલેગરો પર લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દીવ ગુજરાત બોર્ડર પર અવર જવર કરતા લોકોના વાહનો ની તપાસ કરાઈ હતી. અસામાજીકતત્વો દ્વારા કોઈ ગેર કાયદેસર ચીજવસ્તુઓ, દારૂ વગેરેની તપાસ હાથ ધરી હતી. જેમાં વાહનમાંથી આઠ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા. પોલીસ દ્વારા તેની તપાસ કરી કાર્યવાહી બાદ આઠ લાખ કાયદેસર હોવાથી તેમને રવાના કરવામાં આવ્યા હતા. દીવ ખાતે બુટલેગરો પર પણ લગામ લગાડવા તપાસ કરવી ખૂબજ જરૂરી બની છે.