August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02
જો તમે સુતા હોવ અને અચાનક તમારા માથા નજીક છત પરથી સાપ પડે તો? કલ્‍પનામાં પણ ડર લાગે છે. પરંતુ આવું જ કંઈક પારડી સ્‍ટેશન નજીક રહેતા એક પરિવાર સાથે બન્‍યું હતું. ગત રાત્રીના પારડી સ્‍ટેશન નજીક જલારામ સોસાયટી પાસે રહેતાસંજયભાઈ રમેશભાઈ હળપતિ તેમના બાળકો અને પત્‍ની સાથે ઘરમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્‍યારે અચાનક છત પર અવાજ આવતા ઉંઘમાં જ પરિવારના સભ્‍યોએ એક સાપ ઉંદર પાછળ દોડી રહ્યો હોવાનું દૃશ્‍ય જોયું હતું અને પરિવાર આ દૃશ્‍ય જોઈ કંઈક કરે તે પહેલાં જ આ સાપ છત પરથી સીધો તેમના પર પડતા પરિવારમાં ડર સાથે દોડધામ મચી ગઈ હતી અને પરિવારના તમામ સભ્‍યો ઘર બહાર નિકળી ગયા હતા. મોડી રાત્રે આશરે 11:30 બનેલી આ ઘટનાએ ફરી ઘરમાં પ્રવેશવું મુશ્‍કેલ બન્‍યું હતું. આ દરમ્‍યાન પરિવારે પારડીના જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા તેમણે મોડી રાત હોવા છતાં તાત્‍કાલિક ગ્રુપના સભ્‍ય યાસીન મુલતાનીને ઘટના સ્‍થળે રવાના કર્યો હતો. યાસીન મુલતાનીએ ઘરમાં પ્રવેશી સહી સલામત રીતે ઘરમાં છુપાયેલા સાપને શોધી પકડી પાડતા પરિવારે રાહતનો દમ લીધો હતો. જો કે આ સાપની ઓળખ રૂખાઈ એટલે રૂપસુંદરી તરીકે અને બીનઝેરી હોવાનું યાસીન મુલતાનીએ જણાવ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી હવે 2પમી એપ્રિલે સેલવાસ-દમણની મુલાકાતે આવશે

vartmanpravah

વલસાડમાં “પેડલ ફોર ધ પ્લેનેટ” ના સંદેશ સાથે WWF દ્વારા તા. ૨૫ માર્ચે સાયક્લોથોન યોજાશે

vartmanpravah

Leave a Comment