(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની સંયુક્ત કારોબારી આજરોજ વાપી સિનિયર સીટીઝન હોલ ખાતે યોજાઈહતી. મંડળ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલ કારોબારીમાં જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ શ્રી રાજનારાયણ તિવારી, મંત્રી શ્રી ગિરિરાજજી જાડેજા (નોટિફાઈડ પ્રભારી) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કારોબારી બેઠકમાં વાપી પ્રભારી શ્રી અસિતભાઈ દેસાઈ, વાપી ન.પા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ, કારોબારી સમિતિ ચેરમેન શ્રી મિતેષભાઈ દેસાઈ, એસબીપીપી ચેરમેન શ્રી જીતુભાઈ દેસાઈ, નોટિફાઈડ / વાપી મહામંત્રી શ્રી સુધીરભાઈ સાવલિયા, શ્રી સુથાર, શ્રી ભવલેશભાઈ કોટડીયા, શ્રી વિરાજભાઈ દક્ષિણી, વાપી શહેર અને વાપી નોટિફાઈડ વિસ્તારના મોરચા / સેલના હોદ્દેદારો, સક્રિય કાર્યકર્તાઓ, આઈટી / સોશ્યિલ મીડિયાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજની કારોબારીમાં પ્રભારી શ્રી અસિતભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસન ના 8 વર્ષ અંગેના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ દ્વારા મોદીજીના તા 10 જૂનના પ્રવાસ અંગે તેમજ આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ દ્વારા સૌના સ્વાગત સાથે સૌ કાર્યકર્તાને પાર્ટીના કાર્યક્રમો સફળ બનાવવા હાકલ કરી હતી. છેલ્લે નોટિફાઈડ પ્રમુખ શ્રીહેમંતભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.