Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: દાદરા નગર હવેલીમાં ગણેશોત્‍સવ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે ત્‍યારે વિસર્જનના પાંચમાં દિવસે આ ઉત્‍સવ ખુશીના માહોલમાંથી ગમમા ફેરવાઈ ગયો હતો. સેલવાસ દમણગંગા રિવર ફ્રન્‍ટ પર દરેક મંડળો દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવી રહ્યુ છે, ત્‍યારબાદ સાંઈધામ સોસાયટીમાં રહેતા ત્રણ ભાઈઓ દમણગંગા સર્કિટ હાઉસ પાસે નદીમાં ન્‍હાવાઉતર્યા હતા તે સમયે સમાધાન પાટીલ (ઉ.વ. 27) રહેવાસી સાંઈધામ સોસાયટી, આમલી જે કોઈક કારણસર નદીમાં ડૂબી ગયો હતો. જે ના મળતા તેના ભાઈઓએ બૂમાબૂમ કરવા લાગ્‍યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ પહોંચી હતી અને યુવાનને નદીમાંથી શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

વાપી સુલપડ વિસ્‍તારમાં છેલ્લા 10 થી 15 દિવસથી પાણીનો કકળાટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ, એક જ દિવસમાં71 પોઝિટિવ કેસ નોંધાયાઃ પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી સંક્રમિત: એક સાથે અધધ.. કેસ વધી જતાં તંત્રની ઊંઘ હરામ

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

Leave a Comment