October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

ડીલરે કંપનીને કરેલી ફરિયાદ બાદ કંપની ટીમ અને પોલીસે ચેકીંગ કરતા બનાવટી તેલનું કૌભાંડ મળી આવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડમાં અગાઉ બનાવટી પનીરનો વેપલો ઝડપાયો હતો. હવે બનાવટી બ્રાન્‍ડેડ કંપનીઓના તેલનો કારોબાર ઝડપાયો છે. વલસાડ સિટી પોલીસેશાકભાજી માર્કેટમાં વિવિધ ચાર દુકાનોમાં હાથ ધરેલી કાર્યવાહીમાં તિરૂપતિ સહિત અન્‍ય બ્રાન્‍ડેડ કંપનીના ડુપ્‍લીકેટ તેલના સેંકડો ડબ્‍બા મળી આવતા બજાર વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્‍યો હતો.
વલસાડમાં ડુપ્‍લીકેટ ખાદ્યતેલનું ખાનગી રાહે વેચાણ થઈ રહ્યું હોવાનું તેલ કંપનીના ડીલરે કંપનીને જાણ કરી હતી. ડીલરની ફરિયાદ બાદ કંપનીની માર્કેટીંગ ટીમ પોલીસને સાથે રાખીને શાકભાજી માર્કેટમાં વિવિધ ચાર જેટલી દુકાનોમાં ચેકીંગની કાર્યવાહી આજે હાથ ધરી હતી. કાર્યવાહીમાં તિરૂપતિ સહિત બ્રાન્‍ડેડ ખાદ્યતેલના બનાવટી ડબ્‍બાઓનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ચેકીંગ કાર્યવાહી દરમિયાન ડબ્‍બા ઉપર લગાડવામાં આવતા સ્‍ટીકર વગેરેનો સામાન પણ હાથ લાગ્‍યો હતો. પોલીસે તમામ ડુપ્‍લીકેટ તેલના ડબ્‍બા મુદ્દામાલ તરીકે જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ઘટનામાં ફુડ એન્‍ડ ડ્રગ વિભાગની લાપરવાહી સામે આવી છે. સમયસર સખ્‍તાઈથી કામગીરી થતી રહે તો લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા અટકાવી શકાય પરંતુ ભ્રષ્‍ટાચારની આડમાં ગોરખધંધા ચાલતા રહ્યા છે.

Related posts

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં 23 જૂન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત સ્‍ટીયરીંગ કમિટીની મિટિંગ તથા વર્કશોપ યોજાયો

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા કલ્‍યાણ વિભાગ દ્વારા દમણમાં તા. 17 થી 31મી મે દરમિયાન સમર સ્‍પોર્ટ્‍સ તાલીમ શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment