પુલના દમણ તરફના છેડા ઉપર અકસ્માત : ટેમ્પો બ્રિજની દિવાલ તોડી લટકી પડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17
વાપી પૂર્વ-પヘમિને જોડતા હાર્ટ લાઈન સમા રેલવે ઓવરબ્રિજ ઉપર આજે બુધવારે બપોરે રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈ કલાકો સુધી અવરજવર ઠપ થઈ જતા ટ્રાફિક સર્જાયો હતો.
સતત ટ્રાફિકનું ભારણ કરી રહેલ વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ઉપર બપોરે આઈસર ટેમ્પો નં.જીજે 15 એવી 0627 દમણ તરફ જઈ રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવા જતા સામે આવી રહેલી રિક્ષા નં.જીજે 15 એયુ 9493 ને ધડાકા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તેમજ ટેમ્પો પુલની દિવાલ પર લટકી અટકી ગયો હતો. સદ્દનસીબે ટેમ્પો નીચે નહી ખાબકેલો નહિતર મોટી દુર્ઘટના થતા સહેજે અટકી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતા તેને ચલા સી.એસ.સી. ખાતે સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ બાદ પોલીસ અને હોમગાર્ડ આવીપહોંચતા અકસ્માત ગ્રસ્ત બન્ને વાહનોને ખસેડયા હતા. તે પહેલાં પુલના બન્ને છેડે વાહનોની કતારો લાગી જતા ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો તે પચી બે થી ત્રણ કલાકે ટ્રાફિક થાળે પડયો હતો.