October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની મહિલા રાત્રિ ફૂટબોલ મેચની શાનદાર શરૂઆત

નિવાસીનાયબ કલેક્‍ટર દ્વારા પ્રથમ વખત મહિલાઓ માટે રાત્રિ ફૂટબોલ સ્‍પર્ધાનો કરાવેલો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીની ધરતી પર રમત-ગમત અને યુવા બાબતોના મંત્રાલયના ઉપક્રમે સૌપ્રથમ વાર મહિલાઓ માટે દાનહ જિલ્લા કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના આશ્રયદાતા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના આદેશ મુજબ રાત્રિ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે સેલવાસના નિવાસી કલેક્‍ટર તથા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના પ્રમુખ સુશ્રી ચાર્મી પારેખ દ્વારા સ્‍પર્ધામાં ભાગ લેનારી તમામ 10 ટીમોને ટી-શર્ટ અર્પણ કરવામાં આવ્‍યા હતા અને નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે તમામ દાદરા નગર હવેલીની જનતાને વધુમાં વધુ સંખ્‍યામાં આવીને તમામ મહિલા ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા અપીલ કરી હતી. રાત્રિ મહિલા ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું ઉદ્‌ઘાટન ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજના પ્રિન્‍સિપાલ ડો. ભગવાનજી ઝા, સેલવાસ યુથ ક્‍લબના પ્રમુખ શ્રી હાર્દિક પૂજારી, મહિલા ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી યાસ્‍મીન બાબુલ અને શ્રી નમિષ પટેલે સંયુક્‍ત રીતે ફૂટબોલ ટ્રોફીનું ઉદ્‌્‌ઘાટન કયુ હતું, જેમાં તમામ સહયોગી સભ્‍યો શ્રી ધવલ પટેલ અને શ્રી સંતોષ યાદવ હાજર રહ્યા હતા, જેમણે આ સ્‍પર્ધાના આયોજનમાં ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્‍ટની સફળતામાટે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે.

Related posts

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉત્તર ભારતીય સેવા સંઘ, દમણ દ્વારા આજે નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે ભવ્‍ય કવિ સંમેલન યોજાશે

vartmanpravah

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

Leave a Comment