October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપીમાં માર્ગ પહોળાઈ તથા ગટરલાઈન પસાર કરવાની કામગીરી શરૂ

દર વર્ષે વાપી જીઆઈડીસી તથા ટાઉન વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાવાની અને માર્ગ ખરાબ થવાની સમસ્‍યાથી સૌ કોઈ પરેશાન બનતા

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.21
વાપીમાં વિકાસના કામો થઈ રહ્યા છે. વાપીના માર્ગોની પહોળાઈ વધારવાની સાથે સાથે ગટર અને પાણીની લાઈનો પણ પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્‌ભવતી હતી અને માર્ગો પણ ખખડધજ હાલતમાં જોવા મળતા હતા અને માર્ગ સાંકડો હોવાથી ટ્રાફિક સમસ્‍યા પણ સર્જાતી હતી. આ સમસ્‍યા હળવી કરવા માટે જવાબદાર વિભાગની ટીમ દ્વારા માર્ગ પહોળાઈ કરવાની સાથે ગટરલાઈન પસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
વાપી ઔદ્યોગિક નગરી છે. વાપી ને.હા.નં.48 થી રેલવે તરફ આવતા ફર્સ્‍ટ ફેઝ આવેલ છે. આ માર્ગ વાપી જે ટાઈપ, નવા રેલવે ગરનાળાને જોડનારો છે. અત્રે નોંધનીય છે કે, વાપી ફર્સ્‍ટ ફેઝના માર્ગો ખરાબ બનવાની સાથે દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાતી રહે છે. ભારે વરસાદને પગલે માર્ગ ગરક થઈ જતા હોય છે અને વાહનોની અવરજવર બંધ થઈ જાય છે. તો બીજી તરફ વાપી નવા રેલવે ગરનાળામાં પણ દરચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્‍યા સર્જાતી રહે છે. આ બધી સમસ્‍યાઓને ધ્‍યાને લઈ જવાબદાર વિભાગની ટીમ દ્વારા વાપી ને.હા.નં.48 ના ફર્સ્‍ટ ફેઝથી વાપી નવા રેલવે ગરનાળા સુધીના માર્ગોની પહોળાઈની કામગીરી તથા માર્ગની બંને બાજુએથી પસાર થયેલી ગટરલાઈનનું સમારકામ પણ ચાલી રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્‍ય વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવેલી ન હોવાથી દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્‍યા ઉદ્‌ભવતી હતી.
અત્રે નોંધનીય છે કે, વાપી રેલવે ઓવરબ્રીજની પણ કામગીરી હાથ ધરાવાની હોવાથી વાહનચાલકો તથા સ્‍થાનિકોને પરેશાની ન પડે તેને ધ્‍યાને લઈ જવાબદાર વિભાગની ટીમ દ્વારા સર્વે કરી ડાયવર્ઝન આપવા માટે માર્ગ પણ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે.
તો બીજી તરફ વાપી ટાઉન બજારમાં પણ ગટરલાઈનની કામગીરી ચાલી રહી છે. વાપી શાકભાજી બજાર, રેલવે લાઈનવાળી ગલી સહિત મચ્‍છી માર્કેટમાં ગટરલાઈન પાથરવામાં આવી રહી છે. નોંધનીય છે કે,
આ ખોદકામને લઈ માર્ગો બંધ કરવા પડી રહ્યા છે અને કામગીરી પૂર્ણ થયા બાદ તેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. આ ગટરલાઈન બાદ ખરાબ માર્ગોનું સમારકામ હાથ ધરવામાં આવશે.

Related posts

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

વલસાડમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

vartmanpravah

Leave a Comment