October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
દાદરા નગર હવેલીની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બરોડા ગ્રામીણ સ્‍વરોજગાર’ પ્રશિક્ષણ સંસ્‍થામાં 8મો આંતરરાષ્ટ્રીય ‘યોગ દિવસ’ મનાવવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના ડી.પી.ઓ. શ્રી મિથુન રાણા અને બેંક ઓફ બરોડાના એજીએમ રામ નરેશ યાદવ ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં યોગ પ્રશિક્ષક શુભાંગી માલીએ ઉપસ્‍થિત દરેકને યોગા કરાવ્‍યા અને એનું મહત્‍વ અંગે પણ જણાવ્‍યું હતું.ઉપસ્‍થિત અતિથિઓએ યોગાસનોનો અભ્‍યાસ કરાવ્‍યો હતો.
કાર્યક્રમનું આયોજન આરસેટી નિર્દેશક શ્રી સુનિલ માલીએ કર્યું હતું. આ અવસરે બેંક ઓફ બરોડા સેલવાસના મુખ્‍ય વ્‍યવસ્‍થાપક શ્રી ઉત્તમ ગુરવ અને વ્‍યવસ્‍થાપક શ્રી વિશાલ બોબડે પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભારતીય સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની 16મી રાષ્‍ટ્રીય સભા તમિલનાડુમાં યોજાઈ

vartmanpravah

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

કુકેરી અને સુરખાઈમાં આયુષ્‍માન ભારત હેલ્‍થ અને વેલનેસ સેન્‍ટરના મકાનો જર્જરિત બનતા દર્દીઓ અને કર્મચારીઓને જીવનું જોખમ

vartmanpravah

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

Leave a Comment