January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

વ્‍યક્‍તિ દીઠ પ્રધાનમંત્રી આયુષ્‍યમાન કાર્ડ પણ 1.10 લાખ જેટલા બનાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.03: લોકોને આરોગ્‍યની સારામાં સારી સેવા ઉપલબ્‍ધ થાય તે માટે સરકાર દ્વારા આયુષ્‍યમાન ભારત હેલ્‍થ એકાઉન્‍ટની યોજના દ્વારા દરેક વ્‍યક્‍તિનો આભા કાર્ડ બનાવવામાં આવી રહ્યો છે. આ આભા કાર્ડમાં સંબંધિત વ્‍યક્‍તિની ઉંમર વજન ઊંચાઈ ઉપરાંત કોઈપણ પ્રકારની બીમારી હોય કે આરોગ્‍યને લગતી કોઈપણ વિગત હોય તેનો સમાવેશ કરી આ આભા કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્‍યો છે અને વ્‍યક્‍તિ દેશભરમાં ગમે ત્‍યાં હોય અને કોઈ સારવારની જરૂર પડે તેવા સંજોગોમાં આભા કાર્ડથી તેની તમામ વિગત નિદાન કરનારને ઉપલબ્‍ધ થતી હોય છે.
ચીખલી તાલુકામાં મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.રાજેન્‍દ્ર રંગૂનવાલાના માર્ગદર્શન હેઠળ ટીએચઓ ડો.અલ્‍પેશભાઈ તાલુકાના સુપરવાઈઝર વિજયભાઈ સહિતનાની નિગરાણી હેઠળ એમએચડબ્‍લ્‍યુ અને એફએચડબ્‍લ્‍યુનો79-79, સીએચઓ-60 અને સુપરવાઈઝર 18 સહિતનો સ્‍ટાફ લોકોના ઘરે ઘરે જઈ આભા કાર્ડની ઓનલાઇન કામગીરી હાથ ધરી ગણતરીના મહિલાઓમાં 2,42,000 ના લક્ષ્યાંક સામે 2,10,059 જેટલા આભા કાર્ડ બનાવી દેવામાં આવ્‍યા છે. આભા કાર્ડથી લોકોને આરોગ્‍ય લક્ષી સેવાઓમાં મોટી રાહત થશે.
આ સાથે તાલુકામાં આરોગ્‍યની ટીમ દ્વારા લોકોના ઘરે જઈ મોબાઈલ ફોનમાં પ્રધાનમંત્રી આયુષ્‍યમાન જન આરોગ્‍ય યોજના એપ્‍લિકેશન દ્વારા મળવાપાત્ર કુલ-1,68,000 રેશનકાર્ડ ધારકો પૈકી 1,10,000 જેટલા આયુષ્‍યમાન કાર્ડ પણ બનાવી દેવામાં આવ્‍યા છે.
આયુષ્‍યમાન કાર્ડમાં હવે સરકાર દ્વારા વ્‍યક્‍તિદીઠ ગંભીર બીમારીઓમાં દસ લાખ રૂપિયા સુધીની સારવારની જોગવાઈ કરાઈ છે. અને મામલતદાર કે ગ્રામ પંચાયતના આવકના દાખલા જરૂરી હતી. પરંતુ હવે જે પરિવારને સરકારી યોજનાનું અનાજ મળી રહ્યું છે. તેમાં આવકના દાખલાની પણ જરૂરીયાત ન હોય તેવી જોગવાઈ કરાતા કાર્ડ બનાવવામાં સરળતા થવા પામી છે.

ચીખલી તાલુકામાં પીએચસી મુજબ આભા કાર્ડની વિગત

કાંગવઈ …………………….11,593
રાનવેરી કલ્લા ……………………. 11,674
માંડવખડક…………………….13,182
રાનકુવા…………………….13,182
કુકેરી …………………….15,535
દેગામ …………………….16,442
વેલણપુર …………………….16,699
આલીપોર ……………………. 16,917
ફડવેલ …………………….16,781
હોન્‍ડ ……………………. 20,999
ઘેજ…………………….19,370
સાદકપોર ……………………. 17,264

Related posts

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

વાપી ક્રિકેટ ક્‍લબ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે આયોજીત ઓપન ઓલ ઈન્‍ડિયા શહિદ ભગત સિંહ T-10ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કિલર-89 ચેમ્‍પિયન

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

જી-20 સમિટમાં પોલિકેબ ઈન્‍ડિયા લિ. દ્વારા લગાવવામાં આવેલ સ્‍ટોલોનું પ્રતિનિધિ મંડળ અને વિદ્યાર્થીઓએ કરેલું અવલોકન

vartmanpravah

‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

vartmanpravah

Leave a Comment