September 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક ખાનગી શાળા સંચાલકો દ્વારા શિક્ષણના નામે વેપાર કરી લુંટ ચલાવાઈ રહી છે. શિક્ષણ વિભાગની લાપરવાહી અને સાઠગાંઠ દ્વારા પ્રદેશની કેટલીક ખાનગી શાળાઓમાં વાલીઓને જબરદસ્‍તીથી પસંદગીની દુકાનોમાંથી અથવા તો શાળામાંથી જ પુસ્‍તકો, નોટબુકો, શિક્ષણ સામગ્રી તેઓની મરજીના ભાવે ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ માટેના સ્‍કૂલ ગણવેશ, બૂટ, મોજાં, સ્‍કૂલબેગ, ટેક્‍સબુક, નોટબુક સહિત અન્‍ય ચીજવસ્‍તુ શાળા સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવોથી જ ખરીદવા માટે મજબુર કરાઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.
પ્રદેશની ખાનગી શાળા સંચાલકોએ પોતાના હિસાબે જ બનાવ્‍યા છે શિક્ષણના કાયદા
પ્રદેશની વધુમાં વધુ ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણના નામ પર પોતાની દુકાનો ચલાવતા પોતપોતાના હિસાબે શિક્ષણ ગ્રહણ કરવાના નિયમોઅને કાયદા બનાવ્‍યા છે. જાણે કે, એમના ઉપર સંઘપ્રદેશનું શિક્ષણ વિભાગ મહેરબાન છે, આ હકીકત છે કે એકલ દોકલ ખાનગી શાળા છોડી દરેક શાળાઓ પોતપોતાના નીતિ-નિયમ પ્રમાણે શિક્ષણ વ્‍યવસ્‍થાના નામ પર કાયદા બનાવ્‍યા છે અને એજ કાયદાનું પાલન કરવા માટે વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. કેટલીક શાળાઓએ કોરોના મહામારી સમયે પણ પોતાની મનમાની ચલાવી વાલીઓના ઘાવ ઉપર મીઠું(નમક) ભભરાવ્‍યું છે.

Related posts

વલસાડ હમસફર ટ્રેનમાં લાગેલી આગનીઘટનાની તપાસ રેલવે એફ.એસ.એલ.ની ટીમ દ્વારા હાથ ધરાઈ

vartmanpravah

દાનહના બેડપા સરકારી શાળાના બાળકોએ ખાનવેલ પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્‍ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્‍ત જોડાશે

vartmanpravah

પાલઘર રેલવે દુર્ઘટના બાદ મુંબઈ જતી ટ્રેનો થોભાવી દેવાઈ હતી: વાપી સ્‍ટેશને રઝળી પડેલા મુસાફરો માટે એકસ્‍ટ્રા બસો દોડાવાઈ

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

Leave a Comment