October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજે દાનહના આંબાબારી કૌંચા ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પંચાયત ઘરોનું ભૂમિપૂજન કરશે

પેટાઃદાનહના મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી પરંતુ મોદી સરકારના આગમન બાદ બદલાયેલી દશા અને દિશા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
આવતી કાલે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલીના આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનું ભૂમિપૂજન તથા વિવિધ યોજનાઓના લાભોની જાણકારી અને વિતરણ કાર્યક્રમનું નેતૃત્‍વ કરશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આવતી કાલે દાદરા નગર હવેલી ખાતે નિર્મિત થનારી કેટલીક ગ્રામ પંચાયતોના ઘરોનું ભૂમિપૂજન આંબાબારી કૌંચાથી કરશે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ દાદરા નગર હવેલીના છેવાડેના આદિવાસી સુધી પહોંચે તે બાબતે પ્રશાસન હંમેશા પ્રયાસરત રહે છે. દાદરા નગર હવેલીની મુક્‍તિના 69 વર્ષ બાદ પણ છેવાડેના આદિવાસીઓના ઘર સુધી બુનિયાદી સુવિધા પહોંચી નથી. મોદી સરકારના આગમન બાદ પહેલી વખત દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી પરિવારોની પ્રશાસન દ્વારા કાળજી લેવાઈ રહી છે અને તેમને તંદુરસ્‍ત, શિક્ષિત અને પ્રશિક્ષિત બનાવવા અભિયાન શરૂ કરાયું છે.
આવતી કાલે સવારે 9:30 વાગ્‍યાથી આંબાબારી કૌંચા ખાતે પંચાયત ઘરોનાભૂમિપૂજન અને વિવિધ ઘરોના લાભોની જાણકારી તથા વિતરણ કાર્યક્રમના સમારંભનું આયોજન થશે.

Related posts

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

દાદરા ગાર્ડન નજીક રોડ ઉપર અચાનક વાછરડું આવી જતાં થયેલો અકસ્‍માત

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

સેલવાસની લુબસ્‍ટાર લુબ્રિકાન્‍ત પ્રા.લી. કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

Leave a Comment