(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૫: વલસાડ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં આંખ આવવાના (કન્જેક્ટિવાઈટિસ) કેસમાં ચિંતાજનક વધારો થયો છે ત્યારે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ધનવંતરી રથ અને આરોગ્ય સંજીવનીમાં છેલ્લા બે મહિનામાં ૧૮૫૬ દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. EMRI સર્વિસ દ્વારા વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૧ મોબાઇલ હેલ્થ યુનિટ અને ૨ યુનિટ ઔદ્યોગિક વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. ૪ ધનવંતરી રથ યુનિટ બાંધકામ સાઈટ કડિયા નાકા પર શ્રમિકોને નિઃશુલ્ક દવા વેચાણ, તાવ સહિતની બીમારી અને જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરી દવા તેમજ સારવાર આપવામાં આવી હતી. જૂન મહિનામાં ૫૨૫ અને જુલાઈ સુધીમાં ૧૩૪૧ કેસ નોંધાયા છે. બે મહિનામાં આંખના ૧૮૫૬ દર્દીની તપાસ કરી નિઃશૂલ્ક દવા આપવામાં આવી છે.
