October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટે અને નરોલી ગ્રામ પંચાયતના સરપંચ પદની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.20 : દાદરા નગર હવેલીના ગલોન્‍ડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1/11ના સભ્‍ય પદ માટેની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે શ્રી ઉત્તમભાઈ ઢીનકરે ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશ વરઠા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિશા ભવર, ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન અને તેમના પ્રશંસકો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠક ઉપર અન્‍ય કોઈએ ફોર્મ ભર્યું નથી, જેથી ભાજપના ઉમેદવાર શ્રી ઉત્તમભાઈ બિનહરીફ ચૂંટાયા છે.
જ્‍યારે નરોલી ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર શ્રીમતી લીનાબેન ધર્મેશભાઈ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ અવસરે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી શ્રી મહેશ ગાવિત, શ્રીમતી જુલીબેન સોલંકી સહીત પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

રેલવે દ્વારા ઉદવાડા ફાટક પાસે 50 વરસ જૂની ચાલી તોડી પડાઈ

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી કરવડ તેમજ ડુંગરા સુધીના 7:9 કિ.મી. ફોર લાઈન આર.સી. રોડ 68:35 કરોડના ખર્ચે બનશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

Leave a Comment