April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

પંચાયતમાં કોઈપણ ઠરાવ વગર બાવળના ર0 જેટલા વૃક્ષ સરકારી ગોચરમાંથી કાપ્‍યાઃ જરૂરી દસ્‍તાવેજી પૂરાવા રજૂ

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો) વાપી, તા.16
વાપી નજીક આવેલા કોપરલી ગામે સરકારી ગોચરના વૃક્ષો ગેરકાયદે કાપી નાંખવામાં આવતા પંચાયતના સભ્‍યએ ડીડીઓમાં લેખિત ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી સરપંચ સહિત જવાબદારો સામે કરવાની માંગણી કરવામાં આવેલ છે.
કોપરલી ગ્રામ પંચાયત વોર્ડ નં.9ના મયુર નરોત્તમભાઈ પટેલે જિલ્લા વિકાસ અધિકારી (ડી.ડી.ઓ.)માં લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ અનુસાર કોપરલી ગામે સરકારી ગોચરમાં આવેલા ર0 જેટલા બાવળના વૃક્ષો ગેરકાયદે કાપી નાંખવામાં આવ્‍યા છે. આ બાબતે પંચાયતમાં કોઈ ઠરાવ કરાયેલ નથી. તેથી સરપંચ ઉષાબેન દિનેશભાઈ હળપતિ સહિત જવાબદાર મળતિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત ફરિયાદ ડીડીઓમાં કરવામાં આવી છે. પંચાયત સભ્‍ય શ્રી મયુરભાઈએ આ બાબતે જરૂરી એવા દસ્‍તાવેજી પુરાવા પણ ડીડીઓમાં રજૂ કર્યા છે.

Related posts

વાપીના ચલા ખાતે 123મી રંગ જયંતીની ભક્‍તિભાવ પૂર્વક કરોલી ઉજવણી

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

ઘોઘલા ખાતે નિઃશુલ્‍ક આયુષ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment