June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

સંઘપ્રદેશમાં સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કરવાના પ્રયત્‍નોની પ્રશંસા કરીને અને દર લાખની વસ્‍તી દીઠ મહત્તમ યુનિટ રક્‍ત એકત્રિત કરવા માટે એનાયત કરાયો એવોર્ડ

દાનહ રેડ ક્રોસ શાખાએ સેક્રેટરી ચાર્મી પારેખના નેતૃત્‍વમાં વર્ષ 2021-‘22માં રક્‍તદાન શિબિરોના માધ્‍યમથી સ્‍વૈચ્‍છિક દાતાઓ પાસેથી 8437 યુનિટ એકત્ર કરેલું રક્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની રેડ ક્રોસ શાખાને ભારતનામહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં અને તેમના સલાહકાર શ્રી અમિત સિંગલાના માર્ગદર્શનમાં રેડ ક્રોસ દા.ન.હ.ને ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્‍તે એવોર્ડ મળ્‍યો હતો.
સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કરવાના પ્રયત્‍નોની પ્રશંસા કરીને અને દર લાખની વસ્‍તી દીઠ મહત્તમ યુનિટ રક્‍ત એકત્રિત કરવા માટે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની ભારતીય રેડક્રોસ સોસાયટી શાખાને એવોર્ડ અર્પણ કર્યો હતો.
દાદરા નગર હવેલી ઈન્‍ડિયન રેડ ક્રોસ શાખાના સેક્રેટરી સુશ્રી ચાર્મી પારેખે 17 જુલાઈ, 2023ના રોજ રાષ્‍ટ્રપતિ ભવન સાંસ્‍કળતિક કેન્‍દ્ર, નવી દિલ્‍હી ખાતે એક કાર્યક્રમમાં ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના હસ્‍તે એવોર્ડ સ્‍વીકાર્યો હતો. એવોર્ડ સમારોહ દરમિયાન, ભારતના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડો. મનસુખ એલ. માંડવિયા અને 8 રાજ્‍યોના રાજ્‍યપાલો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ મહામારી કોવિડ-19 દરમિયાન પણ રેડ ક્રોસ સોસાયટી દાદરા નગર હવેલીને સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓનેપ્રોત્‍સાહિત કરવા અને પ્રતિ લાખ વસ્‍તી દીઠ વધુમાં વધુ યુનિટ રક્‍ત ભેગુ કરવા માટે વર્ષ 2019-2020 અને 2020-2021 માટે પુસ્‍કારોથી સમ્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ રેડ ક્રોસ શાખા સંઘપ્રદેશ અને તેની આસપાસના વિસ્‍તારોમાં જરૂરિયાતમંદોને લોહીની આપૂર્તિ કરી રહી છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી રેડ ક્રોસ શાખાએ સેક્રેટરી સુશ્રી ચાર્મી પારેખના નેતૃત્‍વમાં વર્ષ 2021-‘22માં રક્‍તદાન શિબિરોના માધ્‍યમથી સ્‍વૈચ્‍છિક દાતાઓ પાસેથી 8437 યુનિટ રક્‍ત એકત્ર કર્યું હતું, જે કોઈપણ રાજ્‍ય અને કેન્‍દ્ર શાસિત પ્રદેશની તુલનામાં પ્રતિ લાખ વસ્‍તી દીઠ સૌથી વધુ છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશમાં રેડ ક્રોસ શાખા માનવતાના હિત માટે ગૌરવશાળી ભૂમિકા ભજવી રહી છે અને તેની સેવાઓ માટે વધુ પ્રશંસાને પાત્ર છે.

Related posts

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી ધોડિયા પટેલ સમાજનું સંગઠન સંમેલન યોજાયું

vartmanpravah

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

દીવ ખાતે નિર્ધારિત વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકને સફળ બનાવવા પ્રદેશના અધિકારીઓએ શરૂ કરેલા શ્રેષ્‍ઠ પ્રયાસો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment