October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

છેલ્લાં સાતેક મહિનાથી આંગણવાડીનું કામ બંધ રહેતા નાનાં ભૂલકાંઓ પ્રાથમિક શાળાના ઓટલા ઉપર બેસી અભ્‍યાસ કરવા મજબૂર બન્‍યા હતા, બાળકો અને શિક્ષકો માટે શૌચક્રિયાએ ખુલ્લાં શૌચાલયમાં જવું પડતું હતું એનો અહેવાલ પ્રસારિત થતાં તંત્ર દ્વારા સ્‍થળ પર જઈ હાથ ધરેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04 ચીખલી તાલુકાના રાનવેરીખુર્દની ગામની આંગણવાડી જર્જરિત થતાં આ આંગણવાડીના નાના ભૂલકાંઓ છેલ્લા લાંબા સમયથી શાળાના ઓટલે બેસી જ્ઞાન મેળવવા મજબુર બન્‍યા છે તો નવી આંગણવાડીના નિર્માણનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે. છેલ્લા સાતેક મહીનાથી નિર્માણનું કામ બંધ હોય લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તો તંત્રના દેખરેખની કામગીરી સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે. સાથોસાથ ચોમાસામાં બાળકોના આરોગ્‍ય પર પણ માઠી અસર થઈ હોવાની પ્રતિતિ થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના રાનવેરીખુર્દની મહાદેવ ફળિયા ખાતે પણ ગામના નાના ભૂલકાંઓ પોષણક્ષમ આહાર સાથે જ્ઞાન મળી રહે એ હેતુસર આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્‍યું હતું. આંગણવાડીનું મકાન જર્જરિત થઈ જતાં આ આંગણવાડીનામકાનનું નિર્માણ ચાલી રહ્યું છે ત્‍યારે ભૂલકાંઓ શાળાના ઓટલા પણ છેલ્લા લાંબા સમયથી મજબૂરીવશ બેસી અભ્‍યાસ કરી રહ્યા છે. ગામમાં નવા આંગણવાડીના મકાનને મંજૂરી મળી તો લોકોમાં ખુશી તો જોવા મળી પરંતુ આ મકાનના નિર્માણની કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી હોવાનું સ્‍થાનિકો જણાવી રહ્યા. હતા તો આંગણવાડી મકાન નિર્માણનું કામ છેલ્લા કેટલાક સમથી ટલ્લે ચઢ્‍યું હતું અને હાલ ભૂલકાંઓ શાળાનાં ઓટલા પર જ અભ્‍યાસ કરવાનું અખબારી અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવી તાત્‍કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેનભાઈ ચૌહાણ દ્વારા બંધ પડેલી આંગણવાડીનું મકાન તાત્‍કાલિક ધોરણે કામગીરી કરવામાં માટે સૂચના અપાઈ છે, જ્‍યારે 1 થી 5 ધોરણ પ્રાથમિક શાળા બહાર શૌચાલય બનાવવા માટે તાલુકા શિક્ષણ વિભાગને સૂચનાઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરી દ્વારા આપવમાં આવી છે.

Related posts

મહારાષ્‍ટ્રમાં યોજાનાર આદિવાસી સમાજના મહાસંમેલન અંતર્ગત ધરમપુરમાં બેઠક મળી

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ મહેશભાઈ આગરિયાની આગેવાની હેઠળ દીવમાં ચલાવાઈ રહેલું ભાજપનું સદસ્‍યતા અભિયાન

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રભારી નવિન પટેલ અને સંયોજક અસ્‍પી દમણિયાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર અર્થવ્‍યવસ્‍થા’બાબતના સંબોધનને લાઈવ સાંભળવા દમણમાં ચાર સ્‍થળોએ કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

Leave a Comment