December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ઉમરસાડી મર્ડરના આરોપીની ધરપકડ બબાલ કરી વતન ભાગી ગયેલ આરોપીને ઝડપતી પારડી પોલીસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04
પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે બાવરી ફળીયા ખાતે રહેતા ગીરીશભાઈ આહીરને ત્‍યાં મજૂરી કરતા મહેશ ઉર્ફે સંતોષ રામશીગ રાઠવા એ થોડા સમય પહેલા બાજુમાં રહેતા જસવંતભાઈપાસે બે હજાર રૂપિયા ઉછીના લીધા હતા.
જસવંતભાઈ એ તા.1લી જુલાઈના રોજ આ ઉછીના પૈસાની ઉઘરાણી કરતા મહેશ ઉર્ફે સંતોષે ઉશ્‍કેરાઈ જઈ તારા પૈસા નથી આપવાનો કહી જસવંતભાઈને માથામાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી પોતાના વતન છોટા ઉદયપુર ભાગી ગયો હતો.
બીજી તરફ ગંભીર રીતે ઈજા પામેલ જસવંતભાઈનુ સારવાર દરમ્‍યાન 3જી જુલાઈના રોજ મૃત્‍યુ થતા પારડી પોલિસે પ્રથમ 307 અને ત્‍યારબાદ 302 ની કલમ ઉમેરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પારડી પોલીસ સ્‍ટેશન ના પી.એસ.આઈ.જે.એન. સોલંકીએ આધુનિક ઉપકરણો તથા મોબાઈલના આધારે ભાગી ગયેલ આરોપી છોટા ઉદયપુરમાં હોવાનું બહાર આવતા તેમણે એક ટીમ પારડીથી છોટા ઉદયપુર રવાના કરી ત્‍યાંથી આ આરોપીની ધરપકડ કરી પારડી ખાતે લાવવામાં આવ્‍યો હતો. આમ પારડી પોલિસના પી.એસ આઈ. જે.એન.સોલંકીએ ફક્‍ત એક જ દિવસમાં મર્ડર જેવા આરોપીને ઝડપી મોટી સફળતા મેળવી છે.

Related posts

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

વાપીની મેરેથોન ગર્લ્‍સ માધુરી પ્રસાદનું સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

vartmanpravah

દમણવાડાના બારિયાવાડ ખાતે સોપાની માતાના પટાંગણમાં ભવ્‍ય શ્રી રામ નવમી મહોત્‍સવ સંપન્નઃ 20 દંપતિઓએ મહાપૂજાનો લીધેલો લાભ

vartmanpravah

દીવના કેવડી ખાતે થયેલા ડિમોલીશનમાં સાંસદના મૌન સામે ઉઠી રહેલા પ્રશ્નો

vartmanpravah

Leave a Comment