Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

કલરકામ કરતા છોટુ નરેશ યાદવ અને રવિકુમાર પટકાયા હતા, જેમાં રવિનું ઘટના સ્‍થળે મોત થયું હતું, નરેશ સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલ હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં કંપનીમાં કલરકામ કરતા બે કામદારો નીચે પટકાયા હતા. જેમાં એકનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અન્‍ય એકને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્‍યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનો હરીયા હોસ્‍પિટલ ધશી ગયા હતા. ઉશ્‍કેરાઈને કોન્‍ટ્રાક્‍ટર ઉપર હુમલો કરી દેતા કોન્‍ટ્રાક્‍ટર પણ ઘાયલ થયો હતો.
હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલરકામ કરવાના અપાયેલા કોન્‍ટ્રાક્‍ટમાં રવિકુમાર સુજીત પ્રસાદ 15 ફુટ ઊંચાઈએ રસ્‍સી પકડી રાખી હતી. જે રસ્‍સી આધારે છોટુ નરેશ પ્રસાદ યાદવ નામનો કામદાર કલર કામ કરીરહ્યો હતો, રસ્‍સી પકડેલ કામદાર રવિકુમારને અચાનક કંઈક થતા રસ્‍સી સાથે નીચે પટકાયો હતો. તેમાં છોટુ પ્રસાદ પણ નીચે પડી ગયો હતો. ઘટનામાં રવિકુમારનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. તેથી કામદારોમાં ગભરાટનો માહોલ છવાયો હતો. ઘટના અંગે કોન્‍ટ્રાક્‍ટરે પોલીસને જાણ કરી હતી. ઘાયલ કામદાર છોટુ નરેશ યાદવને હરીયા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. ઘટનાની જાણ બાદ પરિવારજનો હોસ્‍પિટલ દોડી ગયા હતા. કોન્‍ટ્રાક્‍ટર ગડદા-પાટું મારી હુમલો કરતા કોન્‍ટ્રાક્‍ટર પણ ઘાયલ થયો હતો. બન્ને કામદારો વાપી સુલપડમાં રહેતા હતા તેમજ કોન્‍ટ્રાક્‍ટર પાસે કલરકામની મજુરી કરતા હતા.

Related posts

પિપરિયા પર હુમલો : …અને માતૃભૂમિના એક પ્રદેશ પર લાગેલું વિદેશી સત્તાનું ગ્રહણ દૂર થયું

vartmanpravah

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

દીવના બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

Leave a Comment