September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
ચોમાસાની ઋતુમાં ધરમપુર વાઘવળ જેવા પ્રકૃતિના ખોળે વસતા વિસ્‍તારનું સૌંદર્ય ખૂબ ખીલી ઉઠતું હોય છે. વાઘવળમાં સુવિખ્‍યાત શંકર ધોધ આવેલો છે. તેથી ચોમાસામાં શંકર ધોધ નિહાળવા સેંકડો સહેલાણીઓ આવતા હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા આવેલ પ્રવાસીઓ સાથે વિચિત્ર ઘટના ઘટી હતી. 10 જેટલા પ્રવાસીઓ ઉપર મધમાખીઓએ હુમલો કર્યોહતો તેથી દોડધામ મચી ગઈ હતી.
ધરમપુર નજીક વાઘવળ ગામે પ્રકૃતિના ખોળે શંકર ધોર આવેલો છે. સહેલાણીઓ માટે શંકર ધોધ પ્રત્‍યેક ચોમાસામાં આકર્ષણનું કેન્‍દ્ર બનતો હોય છે. ગઈકાલે શંકર ધોધ જોવા કેટલાક પ્રવાસીઓ ઉપર ચઢયા હતા. બાદમાં પ્રવાસીઓ નીચે ઉતરી રહ્યા હતા ત્‍યારે અચાનક મધમાખીઓએ પ્રવાસીઓ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. તેથી નાસભાગ મચી હતી. પ્રવાસીઓને ગળામાં માથા ઉપર કાનમાં મધમાખીઓએ ડંખ માર્યા હતા. મધમાખીઓના હુમલામાં 10 જેટલા પ્રવાસી ભોગ બન્‍યા હતા. તમામને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘાયલો પૈકી એક પ્રવાસીના કાનમાં માખી ઘૂસી ગઈ હતી. તેને સર્જને જહેમતથી બહાર કાઢી હતી.

Related posts

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

ચીખલીના કુકેરીમાં દૂધ ઉત્‍પાદક અને સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભામાં યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોગ ચિંતન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment