December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

એલ.સી.બી.એ 5 કાર, બાઈક, બુલેટ, 25 લીટર દારૂ સાથે 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04
વલસાડ નજીક આવેલ કાંજણહરી ગામમાં રવિવારે મોડી રાત્રે એલ.સી.બી.એ રેડ પાડી હતી. શરાબ-કબાબની ચાલી રહેલી મહેફીલમાં પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. પોલીસ કાર્યવાહીમાં વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ, ઉપસરપંચ-વોર્ડ સભ્‍યો, બિલ્‍ડર અને રાજકીય અગ્રણી મળી કુલ 41 લોકોની ધરપકડકરતા સનસનાટી મચી જવા પામી હતી.
વલસાડ નજીક કાંજણહરી ગામે શબાબ-શરાબની મહેફીલ ચાલી રહી હોવાની બાતમી એલ.સી.બી. પી.આઈ. જે.એન. ગોસ્‍વામી અને પી.એસ.આઈ પનારા મળતા રવિવારે રાત્રે એક બંગલામાં પોલીસ ચુસ્‍ત તૈયારીઓ સાથે ત્રાટકી હતી. રેડમાં વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલ, સરપંચ નનકવાડા ડે સરપંચ, એક સગીર મળી કુલ 41 જેટલા ઈસમો દારૂ-કબાબની મોજમસ્‍તી માણતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે ઘટના સ્‍થળેથી 25 લીટર દારૂ, પાંચ આલીશાન કાર, બુલેટ, બાઈક મળીને 36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ 41 આરોપીઓને મધરાત્રે પોલીસ બસમાં બેસાડી વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશને લાવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

vartmanpravah

કોંગ્રેસ નેતા અધીર રંજને રાષ્‍ટ્રપતિ માટે અશોભનીય શબ્‍દ પ્રયોગ કરતા ધરમપુર ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

દાનહઃ મસાટની એમ.બી. કંપનીમાં કામ કરતી પરિણીતાને સુપરવાઈઝર ભગાડી ગયો

vartmanpravah

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

vartmanpravah

Leave a Comment