October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે પારડી ચાર રસ્‍તાના ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળો રિક્ષા ટેમ્‍પો નંબર જીજે-05-એવી-1320 આવતા પોલીસે અટકાવ્‍યો હતો અને તલાશી લેવામાં આવતા ટેમ્‍પાના પાછળના ભાગે પ્‍લાસ્‍ટિક ભંગારનો જથ્‍થો મળ્‍યો હતો અને જેના નીચે સંતાડી લઈ જવાતી દારૂની બોટલ નંગ 177 જેની કિંમત રૂા.10,050નો જથ્‍થો મળી આવતા ચાલક વિનાયક રાયસિંગ વસાવા યુએવી 31 મેઘ પ્‍લાઝા પલસાણા સુરત, અને સાથે બેસેલો લાલચંદ ગુરુદ્દીન મોર્ય રહે.ક્રિષ્‍ના રેસીડેન્‍સી પલસાણા સુરતની ધરપકડ કરી હતી અને દારૂ અને ટેમ્‍પો મળી કુલ રૂા.20,050નો જથ્‍થો કબ્‍જે લઈ પારડીપોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની પરી ગીરીની સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા આયોજીત કરાટે સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

યુક્રેનમાં રહેતા ભારતીયો માટે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્‍પલાઇન શરૂ કરી

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

લક્ષદ્વિપને વિશ્વના પ્રવાસન નકશા ઉપર લાવવા સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારના વિશેષ પ્રયાસો

vartmanpravah

દમણમાં 74મા ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણીઃ કલેક્‍ટર સૌરભ મિશ્રાએ પ્રસ્‍તાવનાનું કરેલું વાંચન

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment