Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

176-ગણદેવી વિધાનસભામાં રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કરતા પક્ષમાં જ હોબાળો : ઉમેદવાર બદલવા દાવ પેચ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.08: આવનારી વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેરાત થતાં જ રાજકીય પક્ષો દ્વારા પ્રચારની શરૂઆત કરી ધમાકેદાર પ્રચારનો પ્રારંભ થતાં જ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે, જ્‍યારે નવસારી જિલ્લાની ચાર બેઠકમાંથી એક બેઠક પર રાજકીય પક્ષમાંથી ઉમેદવાર જાહેરાત થતાં જ એમનાં જ કેટલાંક કાર્યકરો તેમજ તાલુકા પ્રમુખ સહિત મોટા નેતાઓમાં કટાક્ષનો જોરદાર ધમાકો થવાપામ્‍યો છે. ગણદેવી 176 વિધાનસભા બેઠક પર એક રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેરાત થવાનાં સાંથેજ એમનાજ પક્ષના હોદ્દેદારો અને નેતા સહિત કાર્યકરોમાં જોરદાર નારાજગી વ્‍યાપી જવા પામી છે, પક્ષનાં નેતા સહિત કાર્યકરોમાં ઉમેદવાર બદલવા માટે મોટા નેતાને મળવા દોડ લગાવી રહ્યા છે, રાજકીય પક્ષનાં કેટલાક કાર્યકર્તાઓ તેમજ તાલુકા પ્રમુખ સહિતનાં કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો છે કે પક્ષનાં એવા ઉમેદવારને રાજકીય પાર્ટીએ ટિકિટ આપી છે કે જે ઉમેદવાર કેટલાક વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમજ રાજકીય પક્ષમાં કોઈ પણ પ્રકારની કામગીરી કે પછી પક્ષમાં કોઈ મિટિંગમાં હાજર રહેતા નથી એવા વ્‍યક્‍તિને રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેરાત કરી છે એવા ઉમેદવારને બદલવા માટે ઉચ્‍ચ નેતાઓને મળી પોતાની વ્‍યક્‍તિગત નારાજગી ઠાલવવા માટે મોટા નેતા ઓને મળી ઉમેદવાર બદલવા માટે દોડ લગાવી રહ્યા છે જ્‍યારે એ જોવુ઼ રહ્યું છે કે, રાજકીય પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે એ એવા ઉમેદવારને બદલ છે કે પછી એકાએક નવો ચહેરો લાવી ઉમેદવારની જાહેરાત કરશે એ હવે જોવુ઼ રહ્યું પરંતુ ત્‍યાં સુધી ગણદેવી-176 વિધાનસભા બેઠક પર રાજકારણમાં રોજેરોજ નવો નવો ગરમાટો આવતો રહેશે તેવું જણાઈ રહ્યું છે.
બીજીબાજું સાતેક મહિના પહેલાં ગણદેવી વિધાનસભામાં આવતાં એક નેતાને રાજકીય પક્ષમાં ટિકિટ આપવાનાં સપના બતાવી ગામે ગામ અને શહેરમાં મિટિંગ કરાવી સાથે તે નેતાએ કેટલીક જગ્‍યાએ પ્રચાર પણ કરી સાથે પેજ કમિટી સાથે અનેક કાર્યકરો સાથે ટિકિટ મળશે એમ સમજી ઉત્‍સાહભેર કામ કર્યું આખરે રાજકીય પક્ષે ઉમેદવાર જાહેર કરતા એમનું નામ નહિ આવતાં એમના જીવનમાં ભૂકંપનાં આંચકા આવ્‍યા હોય તેમ પગ તળેથી જમીન સરકી ગઇ એવો અહેસાસ થયો છે, જ્‍યારે એક કહેવત છે કે નેતાની આગળ નહિ અને ગધેડાની પાછળ નહિ રહેવાનું કોણ જાણે કયારે લાત ભારે પડી જાય.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

પારડી સ્‍થિત એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ બોટની વિષયના વિદ્યાર્થીઓ માટે અગ્રિકલચર એક્‍સપેરિમેન્‍ટલ સેન્‍ટરની મુલાકાતનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડના તિથલમાં યુનિયન બેંકના સંકુલમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ ફાયર વિભાગમાં અધિકારીઓની આંતરિક બદલી : આંતરિક બદલીના કારણે પ્રદેશમાં ‘કહી ખુશી, કહી ગમ’નો માહોલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

Leave a Comment