January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મેઈન બજાર સ્‍થિત ઈબ્રાહિમ માર્કેટમાં સાતિર તસ્‍કરે પાંચ દુકાનના તાળા તોડયા

ઘટના સી.સી.ટી.વી.માં કેદ લાખોનો સામાન ચોરાયાની વાત
પ્રાથમિક તબક્કે ચાલી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે. પરંતુ ઘરફોડ ચોરી વિસ્‍મૃત થાય તે પહેલા વાપી મેઈન બજારમાં આવેલ ઈબ્રાહિમ માર્કેટમાં વિતેલી રાતમાં સાતિર ચોરએ પાંચ જેટલી દુકાનના તાળા તોડયાની ઘટના બનવા પામી છે. છઠ્ઠી દુકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ચોરીની ઘટના સી.સી.ટી.વી.માં કેદથઈ હતી.
હાલમાં વાપીમાં ધૂમધામથી ઠેર ઠેર નવરાત્રી મહોત્‍સવ ચાલી ઉત્‍સવ રહ્યો છે. પોલીસનું ધ્‍યાન નવરાત્રીમાં કેન્‍દ્રીત છે તેવી તકનો લાભ એક સાતિર ચોરે ઉઠાવ્‍યો હતો. વાપી મેઈન બજારમાં આવેલ ઈબ્રાહીમ માર્કેટમાં ચોર ઘૂસી ગયો હતો. બહું સિફતપૂર્વક નીચે બેસી દુકાનના તાળા તોડી ચાલાકીથી શટર તોડી અંદર ઘૂસી ચોરીને અંજામ આપતો ચોર સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો હતો. ઘટનાની જાણ બાદ ટાઉન પોલીસ ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ચોરીમાં લાખોનો સામાન્‍ય ચોરાયાનું પ્રાથમિક અનુમાન બહાર આવ્‍યું છે. વેપારીઓ ગણતરી કરી રહ્યા છે. બાદમાં ફાઈનલ કેટલી ચોરી થઈ તેની વિગતો બહાર આવશે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

ધરમપુરની શ્રીમંત મહારાણા નારણદેવજી લાઇબ્રેરીમાં વીર કવિ નર્મદની 190મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment