October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપી

રોટરી વાપી રિવર સાઈડનો પદગ્રહણ સમારોહ યોજાયો

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: રોટરી વાપી રિવર સાઈડનો 19મો પદગ્રહણ સમારોહ શનિવાર તા.2 જુલાઈનો રોજ ઉપાસના સ્‍કૂલના ઓડિટોરીયમમાં યોજાયો હતો.
રોટ.ગૌતમ મનસુખ ભાવસારે પ્રમુખ તરીકે તેમજ રોટ. જીગર દેસાઈએ મંત્રી તરીકે તથા આવતા વર્ષની પુરી ટીમને રોટરી ઈન્‍ટરનેશનલ ડિરેક્‍ટર ઈલેક્‍ટ શ્રી રાજુ સુબ્રમનિયન (ડી-3141)એ શપથ લેવડાવ્‍યા હતા.
આ સાથે નવા 6 સભ્‍યો શ્રી યશ પટેલ, શ્રી નીરવ દેસાઈ, શ્રી કપિલ શર્મા, શ્રી તુષાર શાહ, શ્રી યોગેશ પંચાલ, શ્રી ભાવિન જાની) પણ રોટરી વાપી રિવર સાઇડ ના પરિવારમાં જોડાયા હતા. આ સાથે ક્‍લબને કુલ સભ્‍ય સંખ્‍યા 53ની થવા જાય છે જે નોંધનીય છે.
પ્રમુખ તરીકે શ્રી ગૌતમ ભાવસારે ક્‍લબના ચાલી રહેલ સર્વિસ કાર્યોને વધુને વધુ સારી રીતે તેમજ તેનો વ્‍યાપ વધે તે રીતે કરવાનો દ્રઢ નિર્ણય તેમના વક્‍તવ્‍યમાં દર્શાવ્‍યો હતો. ગર્લ્‍સ ચાઇલ્‍ડ એજ્‍યુકેશન માટે હજી ઘણું કરવું જોઈએ તેવો મત પણ રજૂ કર્યો હતો. તેમજ દર વર્ષની માફક વાપી મેરેથોનનું પણ ભવ્‍ય આયોજન થશે તેવું જણાવ્‍યું હતું.
ઈન્‍સ્‍ટોલિંગ ઓફિસર શ્રી રાજુ સુબ્રમનીયન એ પણ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપ્‍યા હતા. તેમણે પાંચ વર્ષનુંપ્‍લાનિંગ કરી અને આજથી તે જ દિશામાં સર્વિસ કામ થાય તેના પર ભાર મુકયો હતો. વીઆઈએના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ તેમજ વાપીના પ્રતિષ્‍ઠિત સી.એ. શ્રી જીજ્ઞેશ વશાની, રોટરી વાપીથી પીડીજી શ્રી આશિષ રોયલ અને અન્‍ય રોટરી ક્‍લબના પ્રમુખ અને સભ્‍યો હાજર રહી નવા વરાયેલા પ્રમુખ તેમજ તેમની ટીમને નવા વર્ષ 2022-23 માટે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

વલસાડ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારો દરમ્‍યાન ગ્રૂપ બુકિંગ હેઠળ એકસ્‍ટ્રા બસોનું સંચાલન કરાશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ભીમપોર સરકારી આશ્રમ શાળામાં વિજ્ઞાન મેળો યોજાયો

vartmanpravah

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી 18મી મેના રોજ નિર્ધારિત

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

માહ્યાવંશી પ્રિમીયર લીગમાં એન્‍જલ ઈલેવન ચેમ્‍પિયન : સનાયા ઈલેવન રનર્સઅપ

vartmanpravah

Leave a Comment