January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.05: વલસાડની સેન્‍ટ મેરી ઈંગ્‍લિશ મીડિયમ હાઈસ્‍કૂલના ધોરણ 12માં અભ્‍યાસ કરતોᅠ17 વર્ષીય વિદ્યાર્થીએ સુરતમાં યોજાયેલી સ્‍ટેટ લેવલનીᅠપાવર લિફટીંગની સ્‍પર્ધામાં જૂનિયર અને સિનિયરમાં 2 ગોલ્‍ડ મેડલ મેળવી શાળા પરિવાર તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

વલસાડમાં રહેતોᅠવલસાડ નજીકના વેજલપુર ગામે આવેલી સેન્‍ટ મેરી ઈંગ્‍લિશ મીડિયમ હાઈસ્‍કૂલનાધોરણ 12માંᅠમયુરેશ મહશિલકરᅠ(ઉ.વ.17) અભ્‍યાસ કરે છે. મયુરેસ વલસાડની રાણા જીમના ટ્રેનર આશિષ રાણા તેમજ ટ્રેનર હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેઓએ ઘણી મહેનત કરી તેને ટ્રેઈન કરવામાં આવ્‍યો હતો. સુરતના ગોપીપુરા વિસ્‍તારમાં આવેલીᅠ લાલજી વ્‍યાયામ શાળામાં સ્‍ટેટ લેવલનીᅠ પાવર લિફટીંગ હરીફાઈ રાખવામાં આવી હતી. આ હરીફાઈમાંᅠ200 થી વધુᅠ સ્‍પર્ધકો આવ્‍યા હતા. મયુરેસે સબ જૂનિયર વેટ કેટેગરીમાંᅠઅને સિનિયર 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી શાળા પરિવાર તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. મયુરેસને જીમના ટ્રેનર આશિષભાઈ રાણા,ᅠ ટ્રેનરᅠહિતેશ પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યાહતા.

Related posts

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ તિથલમાં રેસર ગૃપ દ્વારા ફૂલ મેરેથોન દોડ યોજાઈ : કલેક્‍ટર અને એસ.પી. પણ 10 કિ.મી. મેરેથોન દોડ દોડયા

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન સફાઈ કામદારોની સમસ્‍યાના નિરાકરણ માટે હરસંભવ પ્રયાસ કરી રહી છે : પ્રમુખ એમ.વેંકટેશન

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

Leave a Comment